અનોખી રીતે ઉજવણી:કપડવંજના નવા બોભા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તેમના સિંચેલા બાગના ફૂલો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી
  • નરેન્દ્ર મોદીના જીવન કવન પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે. ત્યારે કપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા તેમના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. સાથે સાથે દીર્ઘાયુ માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે.

શાળાના આચાર્ય તેમજ શિક્ષકો હાજર રહ્યાં હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નવાબોભા પ્રાથમિક શાળામાં સવારથી જ બાળકો દ્વારા ઉત્સાહભેર કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા તેમના સિંચેલા બાગના ફૂલો દ્વારા વડાપ્રધાનને અનોખી રીતે જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. આ અવસરે શાળામાં વડાપ્રધાન મોદીના જીવન કવન પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કોવિડ 19ના પાલન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરાઈ છે. આ પ્રસંગે શાળાના આચાર્ય તેમજ શિક્ષકો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...