તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રૂ. 2.17 લાખના મુદ્દામાલ સાથે આઠ જુગારી ઝડપાયા, LCBએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

લીંબાસીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ખેડા જિલ્લા પોલીસ પ્રોબીબિશન હેઠળના ગુનાઓને અટકાવવા માટે વિવિધ ટીમ બનાવીને સખ્ત પેટ્રોલીંગ કરી રહી છે. ગતરોજ નડિયાદ LCB અને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મ‌ળી હતી કે, લીંબાસી માલાવાડ ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપની અંદર કેટલાંક લોકો જુગાર રમે છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી હતી.

પૂછપરછ કરતાં આરોપીઓએ પોતાના નામ હિતેશકુમાર અરવિંદભાઈ પટેલ, સારથી પેટ્રોલ પંપના માલિક સંકેત પટેલ, પ્રજ્ઞેશ પટેલ, હિતેશ સોલંકી, અલ્પેશ પટેલ, કિંજલભાઈ પટેલ, ભાવિનભાઈ પટેલ અને જયકુમાર પટેલ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તમામ આરોપી પાસેથી રોકડ, 9 મોબાઈલ સહિત કુલ મળીને 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...