તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્ત:ત્રાજ-વસો રોડના રિસરફેસિંગનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

ખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 કી.મી.નો રોડ ~ 4.58 કરોડના ખર્ચે બનાવાશે

માતર તાલુકાના ત્રાજથી અલીન્દ્રા વસો સુધીના 12 કિલોમીટર સુધીના રોડનું રિસફ્રેસિંગ કામનું ખાતમુહૂર્ત માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું છે. ત્રાજથી વસો સુધીના 12 કિલોમીટરનો માર્ગ સાત વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો.

એ પછી માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ ઉપર નાની મોટી મરામત કરવામાં આવતી હતી જે રોડ ને હવે રિસફ્રેસિંગ ડામર કામ ફર્નિચરનું કામ 4.58 કરોડના ખર્ચે બનશે જે રોડનું કામ યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું છે. જેથી પ્રજાએ હાશકારો અનુભવ્યો છે. વધુમાં ખેડાના નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે રસ્તો 12 કીમી લંબાઈ અને 5.50.મીટર પહોળાઈમાં ડામર રિકાર્પેટીંગ લગતી સ્ટ્રેન્થનીંગની કામગીરી તથા રસ્તાના ફર્નિચર વર્કની કામગીરી જેમ કે પથ્થર, બોર્ડ વગેરે સાથે ત્રણ માસમાં એટલે કે 20 જુલાઇ સુધીમાં વરસાદના અનિવાર્ય સંજોગો સિવાય પૂર્ણ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...