પાટોત્સવ:કલોલીના હનુમાન મંદિરે બે વર્ષ બાદ પાટોત્સવની ઉજવણી કરાશે

ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 હજારથી વધુ ભક્તો માટે રસોડુ તૈયાર કરવામાં આવ્યું

ખેડા તાલુકાના કલોલી ગામે આવેલ સ્વયંભુ પ્રગટ કલોલીયા હનુમાનજી મંદિર ખાતે ચૈત્રીપૂનમના પવિત્ર દિવસે મંદિર ખાતે મારુતિયજ્ઞ સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટી અને આયોજક એવા પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કોરોના કાળને લઈને દાદાનો પાટોત્સવ બંધ રખાયો હતો, પણ આ વર્ષે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

કલોલી ગામે આવેલ સ્વયંભુ પ્રગટ કલોલીયા હનુમાનજી મંદિર 700 કરતા પણ વધારે વર્ષ જૂનું મંદિર છે. જેમાં હનુમાનજીની સ્વયંભુ પ્રગટ મૂર્તિના દર્શન માટે લોકો દૂર દૂર થી આવે છે. ભક્તો દ્વારા 100 વધુ તેલના ડબ્બાઓનો દાદા ને અભિષેક થશે. ખેડા જિલ્લા સહિત આણંદ, અમદાવાદ, સૌરાષ્ટ્રમાંથી, ભક્તો હનુમાન જયંતિની ના દિવસે મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે. સવારના 9.30 મારુતિયજ્ઞનો પ્રારંભ થશે અને સાંજે 4 વાગે યજ્ઞની પૂર્ણ થશે. દિવસ દરમિયાન દર્શન માટે આવેલ ભક્તોના ભોજન પ્રસાદનુ પણ આયોજન કરાયું છે. જેમાં 8 હજાર હજાર જેટલા લોકો ભોજન પ્રસાદ લેશે.

અન્ય સમાચારો પણ છે...