રોષ:ખેડામાં ONGCના સિક્યુરીટી કંપની દ્વારા છુટા કરાતાં રોષ

ખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી

ખેડા સ્થિત ONGCની સિક્યુરીટી કોન્ટ્રાક્ટ દ્વારા કામદારોને ખોટી રીતે છુટા કરવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગેનું એક આવેદનપત્ર ખેડા જિલ્લા નવ નિર્માણ મજદુર યુનિયન દ્વારા મામલતદારને આપ્યું હતું.

ખેડા જિલ્લા નવ નિર્માણ મજદુર યુનિયનના ચૌહાણ મહેશકુમારે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ઓએનજીસીના સિક્યુરીટી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ભેગા મળીને વારંવાર ભ્રષ્ટાચાર કરી આર્થિક શોષણ કરીને નોકરીમાંથી છુટા કરી રહ્યાં છે. અગાઉ 2017માં 35 જેટલા સિક્યુરીટી ભાઈઓને અમદાવાદ એસેટમાંથી ખંભાત એસેટમાં મુકી દીધાં હતાં. તેવી જ રીતે અનેક કામદારો પર આક્ષેપ મુકી છુટા કરી દીધાં હતાં. કામદારોનો આડેધડ પગાર પણ કાપી નાંખવામાં આવે છે. કોરોનામાં વડાપ્રધાનની અપીલ છતાં 12 સિક્યુરીટી ભાઈઓની બદલી કરી નાંખી હતી અને 8થી 10 સિક્યુરીટી ભાઈઓનો પગાર કાપી નાંખ્યો હતો. આ બાબતે ન્યાય નહીં મળે તો 1લી ઓક્ટોબરથી સવારના 10 કલાકે ઓએનજીસી નાયકા કોલોની ગેટ સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ પર બેસીશું.

અન્ય સમાચારો પણ છે...