કામગીરી:માતર-મહેમદાવાદ તાલુકાના માર્ગોની મરામત કામગીરી શરૂ

ખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે

ચોમાસુ વિદાય લેતાની સાથે જ રસ્તાની મરામત કામગીરી તંત્ર દ્વારા પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે જેમાં ખેડા માતર અને મહેમદાવાદ તાલુકા ને જોડતા વિવિધ સ્ટેટ હાઇવે સાથે અન્ય જિલ્લાના રોડ રસ્તાઓનું સમારકામ ડામરકામ કરવામાં આવી રહયુ છે. જેમાં લીંબાસી- સોજીત્રા, રધવાણજ-હરિયાળા, ખેડા વાત્રક બ્રિજ,મહેલજ- લીંબાસી ખેડા- મહેમદાવાદ, લીંબાસી-વસ્તાણાં,માતર-પીપરીયા, કઠલાલ - મહેમદાવાદ, ખેડા - ધોળકા જેવા રસ્તાઓ ની કામગીરી પુરજોશમાં ચાલુ છે.

વધુમાં રોડ વિભાગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર વિવેકસિંહ જામે જણાવ્યું હતું કે અગાઉ ચાલુ વરસાદમાં મેટલપેચની કામગીરી કરવામાં આવી હતી. હવે વરસાદ બંધ થતાં જ ડામર કામની મરામતની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. એક અઠવાડિયામાં દરેક રસ્તાઓ પર મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...