અકસ્માત:કનેરા પાસે ટ્રકે રિક્ષાને ટક્કર મારતા એકનું મોત 7ને ઇજા, પિતાની નજર સામે જ ટ્રકે ટક્કર મારી

ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ખેડા અમદાવાદ નેશનલ હાઇવે નંબર 8 ઉપર કનેરા પાટીયા નજીક ટ્રકે રિક્ષાને ટક્કર મારતા 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ખેડાના મહિજ ગામે રહેતો જયેશ સોલંકી, (ઉ.30) અંકલેશ્વર નોકરી કરતો હોય. સાંજના સમયે નોકરી જવા નીકળ્યો હતો. રસ્તામાં હોટલ પર પિતા નોકરી કરતા હોઇ જયેશ પિતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જ્યા પિતાને મળ્યા બાદ પિતા તેને પરત રિક્ષામાં બેસાડવા ગયા હતા. જયેશ રીક્ષામાં બેઠો ત્યાંજ અમદાવાદ તરફથી આવી રહેલ ટ્રકે રીક્ષાને ટક્કર મારતા પિતા રામાભાઇની નજર સામે જ જયેશનું મૃત્યું થયું હતું.

ઘટનાને નજર સમક્ષ જોનાર રામાભાઇ પણ બેભાન થઇ ત્યાં જ ઢળી પડ્યા હતા. 7 ઘાયલોને ખેડા સિવિલમાં પ્રાથમિક સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાંથી ઇજાગ્રસ્તોને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. ઘટના અંગે ખેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઘાયલ ઇજાગ્રસ્તોની યાદી
અમીન મુનાફ ભાઈ વ્હોરા ઉંમર વર્ષ 25 રહે ખેડા, રૂક્સાનાબેન અબ્દુલભાઇ વ્હોરા ઉમર 50 રહે પલાણાં, લીલાબેન ચીમનભાઈ ચૌહાણ ઉમર 40 રહે ગોવિંદપૂરા, અબ્દુલભાઇ સત્તારભાઈ વ્હોરા ઉમર 52 રહે નારોલ અમદાવાદ, ગોપાલભાઈ બાબુભાઈ બારોટ ઉમર 32 રહે. ખેડા, મોહમ્મદ ભાઈ ફેઝલભાઈ વ્હોરા ઉમર 22 રહે ખેડા, રામદયાલ સુમારામ ખરીફ ઉંમર 54 રહે રાજસ્થાન ( ટ્રક ડ્રાયવર)

અન્ય સમાચારો પણ છે...