તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટાપાયે માટીનું ખોદકામ:ખેડાના ઈયાવાના તળાવમાંથી માટી ઉલેચવાનું કૌભાંડ

ખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 હજાર મે.ટનના બદલે લાખો ટન માટી ઉલેચાઇ : ફાંટા તળાવમાંથી માટી ઉલેચી ખાનગી જગ્યાઓમાં પુરાણ

ખેડા અને મહેમદાવાદ તાલુકાના હદ વિસ્તારમાં ઇયાવા ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવતું ફાંટા તળાવમાં છેલ્લા ઘણા સમયથી માટીનું ખોદકામ મોટાપાયે ચાલી રહયુ છે. જે તળાવનો સર્વે નંબર 126 છે જે તળાવ આશરે 12 હેક્ટરમાં પસરાયેલું છે જે તળાવમાં ભુમાફિયાઓ દ્વારા 25 ફૂટથી વધારે ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે. સુજલામ સુફલામની મંજૂરીની સમય મર્યાદા આખા ગુજરાતમાં 10 જૂને પૂર્ણ થઇ ગઇ છે પણ હજુ તળાવમાંથી મોટાપાયે માટી ઉલેચવાનું કામ 24 કલાક ચાલી રહયુ છે.

બીજું બાજુ આ બાબતે ખાણ ખનીજના અધિકારી સાથે આ બાબતે વાત કરતા તેવોએ જણાવ્યું હતું કે ફાંટા તળાવ માં 30000 મેં ટન માટી લેવા માટેની રોયલ્ટી ભરવામાં આવી છે. પણ સ્થળ ઉપર જોતાં અત્યાર સુધીમાં ભુમાફિયાઓ દ્વારા રોયલ્ટીના નામે લાખો ટન માટી ઉલેચી લેવામાં આવી છે. અત્યાર સુધી સુજલામ સુફલામ યોજના હેઠળ માટી ઉલેચવાનું કામ ચાલી રહયુ હતું હવે રોયલ્ટી ભરીને કામ ચાલી રહ્યુ હોય એવું ખાણ ખનીજ અધિકારીઓ જણાવી રહયા છે.

પણ અધિકારીઓ તળાવ ઉપર આવીને કાયદેસર જો તળાવમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા જો સ્થળ ઉપર આપેલ રોયલ્ટી મંજૂરીની સામે માપણી કરવામાં આવે તો લાખો ટન જેટલી માટી તળાવમાંથી ખોદી લેવામાં આવી છે અને રોયલ્ટીના નામે આ એક મોટો વેપાર ચાલી રહયો છે તળાવમાં 30 ફૂટથી ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે અને માટીના ડમ્પરો દિવસ રાત ઓવરલોડ માટી ભરી તાડપતરી કે ઢાંકયા વિના અને કાયદાનું પાલન કર્યા વગર 24 કલાક રોડ જ ઉપર ખુલ્લા સાઠ ની જેમ ફરી રહ્યા છે જેને લઈને રાહદારીઓ ધૂળનો શિકાર બની રહ્યાં છે. જો ફાંટા તળાવમાં ખાણ ખનીજ વિભાગ કે ફ્લાયઇન સ્કોડ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...