તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વાત્રક બ્રિજ પર નડતરરૂપ વીજ પોલના લીધે વાહનચાલકોને અકસ્માતનો ભય

ખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલ ખસેડવા R&B એ નાણાં ભરી દીધાં હોવા છતાં દૂર કરાતાં નથી

ખેડા વાત્રક બ્રિજના એપ્રોચ જગ્યામાં વરસો પૂર્વે વીજકંપની દ્વારા થાંભલા ખડકી દેવાયા હતા. હાલમાં આ બ્રિજની બાજુમાં નવા પુલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. જેના એપ્રોચ જગ્યામાં વરસો પૂર્વેના લાઇટપોલને MGVCL દ્વારા ખસેડવામાં આવતાં નથી. આ વીજથાંભલા અક્સમાતને આમંત્રણ દઇ રહ્યાં છે. પોલ હટાવવા આર.એન્ડ બી. દ્વારા વીજતંત્રને નાણાં ભરીદેવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેની સામે લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.

ખેડામાં નવીન બનવામાં આવેલ વાત્રક બ્રિજની એપ્રોચ જગ્યામાં વીજતંત્ર દ્વારા વર્ષો પહેલા ખડકાયેલા વીજપોલ દૂર કરવામાં આવતા નથી. આ પોલ આર.એન્ડબી. વિભાગની જગ્યામાં નાખવામાં આવ્યા છે અને હાલ વાત્રક બ્રિજની બાજુમાં નવીન બ્રિજનું કામ ચાલતું હોવાથી એપ્રોચ રોડની જગ્યામાંના વિજપોલને સત્વરે દૂર કરવાની માગણી થઇ છે. આ નવીન બ્રિજ કામમાં ચાલી રહેલા કંટ્રક્શનમાં વીજથાંભલા ભયજનક બને નહીં અને બ્રિજના કામમાં અડચણરૂપ ના થાય અને બીજીબાજુ કોઈ જગ્યામાં વિજપોલ નમી ગયેલા છે. અહીં લોકો મોટાપ્રમાણમાં વસવાટ કરી રહયા છે. જેથી વીજ વિભાગ દ્વ્રારા વહેલીતકે વિજપોલ દૂર કરવાની લોકમાગણી ઉઠી છે.

આર.એન્ડ બી. વિભાગ દ્વારા રૂ.25હજારની રકમ વીજથાંભલા ખસેડવા માટે ભરપાઇ કરી દીધી હોવા છતાં એમ.જી.વી.સી.એલ.દ્વારા તેને દૂર કરવામાં આવતાં નથી. આટલું ઓછું હોય તેમ અહીં નવું ડી.પી.નાખવામાં આવી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં વીજતંત્રના અમલદારોના પેટનું પાણી પણ હલતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો