તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વાત્રક બ્રિજની બાજુમાં આવેલા 20 થી વધુ દબાણોને દૂર કરાયા

ખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માર્ગ અને મકાન વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા

ખેડાના વાત્રક નદીના પટ્ટમાં વર્ષોથી ખડકાયેલા દબાણોને શનિવારે પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા પટમાં આવેલા 20 થી વધુ દબાણોને દૂર કરાયા હતા.ખેડામાં આવેલ વાત્રક નદીના પટ્ટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી કરાયેલા દબાણોને શનિવારે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેડા પોલીસને સાથે રાખીને જેસીબી દ્વારા 20 જેટલા નાના- મોટા કાચા ઝૂંપડાઓને માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ખેડાના નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીમાંથી અગાઉ આ દબાણકર્તાઓને નોટિસ આપીને દબાણો દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં ન આવતાં અંતે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર વિવેકસિંહ જામએ જણાવ્યું હતું કે, હાલ ખેડા વાત્રક બ્રિજની બાજુમાં રૂ. 33 કરોડના ખર્ચે નવીન બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેની લાઈન દોરીમાં આવતા સરકારી જમીન પરના હંગામી દબાણો દૂર કરવાની ફરજ પડી હતી.જો કે, વાત્રક નદિના ટત ઉપર જે તે સમયે કેટલાક લોકો પડાવ નાખે છે તે સમયે કાર્યવાહી કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો