• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kheda
  • In Samadara, The System Made A Card For The Crippled Couple To Go Home, The Problem Of The Couple Who Had Been Pushing For A Long Time Was Solved.

કામગીરી:સમાદરામાં તંત્રએ દિવ્યાંગ દંપતીને ઘરે જઇ કાર્ડ બનાવ્યું, લાંબા સમયથી ધક્કા ખાઈ રહેલા દંપતીનો પ્રશ્ન હલ થયો

ખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમાદરાના વણકરવાસમાં રહેતા પરમાર વસંતભાઈ મનુભાઈ તેમના પત્ની, સંતાન અને માતા સાથે ચાર સભ્યો ઘરમાં રહે છે. વસંતભાઈ અને તેમના પત્ની દિવ્યાંગ છે. માત્ર માતાને મળતાં વિધવા પેન્શન પર જીવન નિર્વાહ ચાલી રહ્યું છે. આ તકલીફ વચ્ચે સરકાર તરફથી તેમને એપીએલ-1 એનએફએસએનું રેશનકાર્ડ આપ્યું હતું. જેને કારણે તેમને વ્યક્તિ દીઠ 3.50 કિલો ઘઉં અને 1.50 કિલો ચોખા જેવો અનાજનો જથ્થા મળતો હતો. આ કાર્ડને અત્યંતોદય કરી આપવા મામલતદાર ઓફિસમાં રજુઆત કરી હતી.

પરિવારની અરજી મળતા ખેડા મામલતદાર અને પુરવઠા મામલતદાર દ્વારા અરજીમાં કરવામાં આવેલી રજુઆતો જોતા સમાદરા ગામે પહોંચી અને પરિવારના ઘરની મુલાકાત લીધી હતી. જેમાં પરિવારની દયનીય પરિસ્થિતિ જોતા તાત્કાલિક ધોરણે તેમને અંત્યોદય કાર્ડ કરી આપવામાં આવ્યું હતું. જે કાર્ડ ખેડા મામલતદાર આર.આર. ગરોડ અને પુરવઠા મામલતદાર જે. જે. પટેલ દ્વારા રૂબરૂ ઘરે પહોંચી કાર્ડ સુપ્રત કર્યું હતું. આ અંત્યોદય રેશનકાર્ડ દ્વારા તેમને 25 કિલો ઘઉં અને 10 કિલો ચોખા મળશે. આ ઉપરાંત મીઠું, મોરસ અને તહેવારોમાં સરકારની ગાઈડ લાઈન મુજબ પણ અન્ય પુરવઠો મળશે.

અન્ય સમાચારો પણ છે...