તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખેડાના કલોલી ગામે ગૌચર જમીન મામલે તંત્રે ખુંટા માર્યાં, ભૂમાફિયાઓ ગૌચર જમીન હડપ કરી કબજો જમાવ્યો હતો

ખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડાના કલોલીમાં ગૌચરના જુદા જુદા સર્વે નંબરોની આશરે સવા બસો વિધા જમીન પર ભૂમાફિયાઓ છેલ્લા 50 વર્ષથી ખેતી કરી રહ્યા છે. કલોલી ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદીનું વહેણ જે તે સમયે બદલાતા ભૂમાફિયાઓ દ્વારા કલોલી ગામની ગૌચર જમીન ઉપર કબજો અને હક જમાવી દીધો હતો. અગાઉ બે વર્ષ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા સામાન્ય સભામાં આ ગૌચર જમીન માપણી કરવાનો ઠરાવ પસાર કરાયો હતો. જેનો અહેવાલ નડિયાદ મોકલી આપ્યો હતો.

ઉપરાંત પંચાયત દ્વારા જમીન માપણી માટેની ફી ભરી જરૂરી વિધિ પણ કરી હતી. પરંતુ માપણી વિભાગ દ્વારા કોઇ દાદ અપાતી નહતી. આખરે કલેકટર દ્વારા ગૌચર જમીન માપણી કરી આપવાની સાથે પોલીસ પ્રોટેક્શનની ખાતરી આપી હતી. આખરે 28મી જાન્યુઆરી, 21ના રોજ પોલીસ બંદોબસ્ત અને જમીન માપણી અધિકારી મામલતદાર તલાટી સરપંચ અને ગામ લોકોની હાજરીમાં ગૌચરની માપણી કરી હતી. આખરે શુક્રવારે માપણી અધિકારીઓ દ્વારા માપવામાં આવેલી ગૌચર જગ્યામાં હદ નિશાન બતાવીને ખૂંટ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો