તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુજલામ સુફલામ યોજનાનો ફીયાસ્કો:મહિજના 999 વિઘા તળાવમાં પાણી ના મળતા ખેડૂતો પાયમાલ

ખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિજના 999 વિઘા તળાવ ચોમાસું શરૂ થયું હોવા છતાં પાણી ન હોવાને કારણે કોરૂં ધોકાર જોવા મળી રહ્યું છે. - Divya Bhaskar
મહિજના 999 વિઘા તળાવ ચોમાસું શરૂ થયું હોવા છતાં પાણી ન હોવાને કારણે કોરૂં ધોકાર જોવા મળી રહ્યું છે.
  • સરકાર તળાવો ઊંડા કરી રહી છે પણ ખેડૂતોને પાણી મળતું નથી

ખેડા તાલુકાના મહિજ ગામની સિમ વિસ્તારના ગામતળ આવેલ 999 વિઘાના શેરટેન્ક તળાવમાં છેલ્લા 20 વર્ષ થી પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. તળાવ દર વર્ષે સુજલામ સુફલામ યોજના હેઠડ ઊંડું કરવામાં આવી રહ્યુ છે પણ તળાવમાં પાણીનો સંગ્રહ થઇ રહ્યો નથી. 999 વિઘામાં પથરાયેલ આ શેરટેન્ક તળાવ માં વરસાદી પાણી પણ નથી ભરાઇ રહયુ. જેને લઈને ખેડૂતો દિવસે ને દિવસે પાયમાલ થઇ રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે બાજુમાંથી પસાર થતી નર્મદા સિંચાઈ કેનાલનું પાણી આ શેરટેન્ક તળાવમાં નાખવામાં આવે તો ખેડૂતો ખેતી કરી શકે.

આજથી 20 વર્ષ પહેલાં આ શેરટેન્ક તળાવમાં મેશ્વો ખારીકટ કેનાલનું પાણી આવતું હતુ એ પણ છેલ્લા 20 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઈને મહિજ ગામના 200થી વધારે ખેડૂતો પાણી વિના ખેતી કરી શકતા નથી. મહિજના શેર ટેન્ક તળાવ પાસે આજુબાજુના પાંચ ગામો દેવડી, ઇસ્ટ્રોલાબાદ, બારેજડી, મહિજ, ગામડી, જેવા ગામોની 240 હેક્ટર જેટલી ખેડૂતોની જમીન આવેલી છે. સિંચાઇ વિભાગ દ્વારા નર્મદા કેનાલ મારફતે તળાવમાં પાણી નાખવામાં આવે તો ખેડૂતોની મોટી સમસ્યા દૂર થાય એમ છે.

એકબાજુ સરકાર સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગુજરાતમાં તળાવો ઊંડા કરે છે જેથી વરસાદી પાણી ભરાય તો ખેડૂતો-પશુપાલકોને લાભ થશે. મહિજ ગામમાં આજે છેલ્લા 20 વર્ષથી તળાવમાં પાણી નથી ભરાઇ રહ્યુ કેમ કે તળાવનો વિસ્તાર વિશાળ છે. આજે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મૂકાયા છે અને પાક લઈ શકતા નથી.

ખેડુતોને નર્મદા કેનાલ મારફતે વહેલી તકે પાણી આપે
છેલ્લા પાંચ વર્ષથી મુખ્યમંત્રી સુધી અને સિંચાઇ વિભાગના મંત્રી સુધી ઉગ્ર રજુઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવેલ નથી. જે હરણીયાવથી નીકળતી નર્મદા સિંચાઇ કેનાલ અમારા શેરટેન્ક તળાવ આવીને બંધ થઇ જાય છે. કેનાલનું પાણી અમારા તળાવમાં નાંખવામાં આવે તો આજુબાજુના પાંચ ગામોના ખેડૂતો એ પાણીથી ખેતી કરી શકે. હાલ સરકાર દ્વારા તળાવ તો ઊંડા કરાઈ રહ્યા છે. પણ ખેડૂતોને એનો લાભ મળતો નથી. ખેડૂતોની માંગ છે કે સરકાર અમારી વાત સાંભળે નહીં તો ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે > સંજયભાઈ પટેલ, ખેડૂત, મહિજ

અન્ય સમાચારો પણ છે...