તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ખારીકટ કેનાલમાં પ્રદૂષિત પાણી છોડાતા ખેડૂતો પાયમાલીના આરે

ખેડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડાની ખારીકટ કેનાલમાં આવતા કેમિકલ્સ યુક્ત કાળું પાણી છોડવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. - Divya Bhaskar
ખેડાની ખારીકટ કેનાલમાં આવતા કેમિકલ્સ યુક્ત કાળું પાણી છોડવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
  • GPCB અને વિજીલન્સની ચોકી હોવા છતાં ટેન્કરો ઠલવાય છે
  • 11 ગામના ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ 40 વર્ષથી આવ્યો નથી

ખેડાની ખારીકટ કેનાલમાં આવતા કેમિકલ્સ યુક્ત કાળા પાણી મામલે ખેડા તાલુકાના કલમબંધી વિસ્તારના 11 ગામોના ખેડૂતોનો તંત્ર દ્વારા છેલ્લા 40 વર્ષ થી ઉકેલ લાવવામાં આવ્યો નથી. અમદાવાદના વટવા -વિઝોલથી નીકળતી ખારીકટ કેનાલમાં 1978થી આજદિન સુધી દૂષિત કેમિકલ્સ યુક્ત પાણી આવી વહે છે.

જેને લઈને ખેડાના ખેડૂતો મોટી મુશ્કેલીઓમાં મૂકાયા છે. ખેડૂતો દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતાં કોઈ જ અધિકારીઓ તંત્રના વિભાગીય વડાઓ દ્વારા ખેડૂતોના આ પાયાના પ્રશ્નના ઉકેલ માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. ખેડાની જીવાદોરી સમાન આ કેનાલના દૂષિત પાણીને કારણે આ વિસ્તારના ખેડૂતો હવે દિવસેને દિવસે પાયમાલ થઇ રહ્યા છે.આ કેમિકલયુક્ત પાણીથી ખેડા તાલુકાના કલમબંધી વિસ્તારના સારસા, કનેરા, પિંગળજ, મલારપુરા, કાશીપુરા, પાણસોલી, નવાગામ, નાયકા, કઠવાડા, ચલીન્દ્રા, ભેરાઈ, ગોવિંદપુરા સહિતના ગામોની જમીન તેની ફ્રળદુપતા ગુમાવી ચુકી છે.

એડિકેશન વિભાગ દ્વારા ખેડૂતો જોડે ચોખ્ખા પાણી માટે દર વર્ષે એડિકેશન પણ લેવામાં આવે છે પણ ચોખ્ખું પાણી મળતું નથી. કેનાલમાં જીપીસીપી અને વિઝીલન્સ સેલની રાત્રી ચોકી હોવા છતાં પ્રદૂષિત પાણી કેમ બંધ થતું નથી અને રાતના સમયે કેમિકલ યુક્ત ટેન્કરો પણ મોટા પ્રમાણમાં ઠલવાય રહી છે. ખારીકટ કેનાલ કયાંથી પ્રદૂષિત થઇ રહી છે તેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...