બેદરકારી:ખેડા પાલિકાના અણઘડ વહીવટને કારણે ગટરના પાણી ખેતરોમાં ફરી વળતા ઘઉંના પાકને નુકસાન

ખેડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરની લાઈનો બ્લોક થઇ જતાં પાણીનો નિકાલ નહીં થતાં તે પાણીના કારણે ખેતરો તળાવમાં ફેરવાયા

ખેડા કેમ્પથી મહેમદાવાદ જવાના રોડ ઉપર આવેલ જુમ્મા ખાનના બંગલાની બાજુમાંથી ખેડા નગર પાલિકાની ગટર લાઈન પસાર થાય છે. જે ગટર લાઈન નું પાણી ખેડા કેમ્પ વિસ્તારમાંથી પસાર થઇને આગળ લાડહાના તળાવ જાય છે. પણ છેલ્લા ઘણા સમયથી આ ગટરની લાઈનો બ્લોક થઇ ગઇ હોવાથી પાણીનો નિકાલ થઇ રહ્યો નથી. જેને લઈને આ ગટર ગંદુ પાણી બાજુમાં આવેલ જીવતબેન અને રંગીનસિંહ પરમારની જમીનમાં ભરાઈ રહયુ છે. 3 મહિનાથી આ સ્થિતિ હોવા છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં નહીં ભરાતા હોવાનો અરજદારે આ ક્ષેપ કર્યો છે.

પાલિકામાં આ બાબતે 3 ડિસેમ્બર 2021ના રોજ લેખિતમાં અરજી આપવામાં આવી હોવા છતાં પણ નગર પાલિકા દ્વારા ગટરનું ભરાયેલ પાણી નિકાલ કરવામાં આવી રહ્યો ના હોવાથી આજે ખેતર તળાવની પરિસ્થિતિમાં ફરવાઈ ગયું છે. અને ખેતરમાં કરવામાં આવેલ ઘઉંનો પાક ખરાબ થઇ ગયો છે. આ બાબતે ખેતર માલિક સાગર પરમાર સાથે વાત કરતા તેવોએ જણાવ્યું હતું કે આ ગટર ના પાણીની છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યા છે અને અમારી જનીન પણ આ ગટરના પાણીથી ખરાબ થઇ રહી છે. ગંદા પાણીથી બિમારીઓ થવાનો પણ મોટો ભય છે. આ બાબતે વાંરવાર ખેડા નગરપાલિકામાં જાણ કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી.

બે દિવસમાં ગટર લાઈનનું કામ પૂર્ણ થઈ જશે
અરજદારની અરજી મળેલ છે, જે ગટરની લાઈન છે તેનું કામકાજ ચાલુ જ છે. બે દિવસમાં લાઈનનું કામ પૂર્ણ કરીને ખેતરમાં ભરાયેલ પાણીનો નિકાલ કરી દેવાશે.> રોશનીબેન પટેલ, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...