તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખેડામાં ડ્રોનની મદદથી રેતી ભરેલા બે ટ્રેક્ટર જપ્ત, ટ્રેક્ટર સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત

ખેડા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ખેડા અને માતર તાલુકામાં ખાણ – ખનીજ વિભાગે કાર્યવાહી કરી વાત્રક નદીના પટમાંથી માટી ઉઠાવતા બે ટ્રેક્ટરને જપ્ત કર્યાં છે. આ કાર્યવાહીમાં કુલ આઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ખેડા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ક્ષેત્રીય ટીમ દ્વારા ત્રિ-નેત્ર સરવેલન્સ એટલે કે ડ્રોનની મદદથી ખનિજ ચોરોને પકડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

વહેલી સવારે માતર તાલુકાના મહેલજ અને ખેડાના રસીકપુરા વાત્રક નદીપટ્ટમાં આકસ્મીક રેઇડમાં દરમિયાન સાદી રેતીનું પાસ-પરમીટ વિનાના 2 ટ્રેક્ટર પકડી પાડ્યાં હતાં. ખાણ – ખનીજ વિભાગે ગુજરાત મિનરલ, પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ, રૂલ્સ-2017ની કલમ હેઠળ સીઝ કરી માતર પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યાં છે. આ કાર્યવાહીમાં ખાણ – ખનજી વિભાગે 08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો