તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ખારીકટમાં કેમિકલ ઠાલવનાર કંપનીના માલિકની અટકાયત

ખેડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમિકલ કંપનીના માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ
  • કૉર્ટમાં બે દિવસના રિમાન્ડ મેળવી પોલીસ તપાસ કરશે

તાજેતરમાં ખેડાના રઢુ-નાયકા રોડ પર આવેલી ખારીકટ કેનાલમાં કેમિકલ ઠલવાતું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસ પાંચ આરોપીના રિમાન્ડ મેળવીને તપાસ કરી રહી છે, ત્યારે આ તપાસમાં વડોદરાની કેમિકલ કંપનીના માલિકનું નામ સામે આવ્યું છે. જેના આધારે પોલીસે કંપનીના માલિક સહિત તેના એજન્ટોની પણ ધરપકડ કરી છે.

મળતી માહિતીનુસાર, પોલીસે કેમકોન સ્પેશિયાલીટી કેમિકલ લીમીટેડ નામની કંપનીના ડાયરેક્ટર કમલ રાજેન્દ્રભાઈ અગ્રવાલ (રહે. ખાનપુર, શીવશી રોડ), એજન્ટ કિરણ સૂર્યકાન્ત દવે (રહે. વડોદરા), નરેશ ગોયલ (રહે. વાસણા), અને પર્ચેઝ મેનેજર અજય હરિચંદ્ર મહેતા (રહે. વાસણા)ની અટકાયત કરી લીધી છે. અને ઘટના સંદર્ભે પૂછપરછ કરવા માટે કૉર્ટ સમક્ષ બે દિવસના રિમાન્ડની માંગ પણ કરી હતી.

ત્યારે કૉર્ટે પોલીસની માગ અને તપાસને ધ્યાનમાં રાખીને આ ચારેય લોકોના રિમાન્ડ મંજૂર કર્યા છે. આમ, ખેડા પોલીસની સક્રિયતાના કારણે ગણતરીના દિવસોમાં જ કેમિકલ કંપનીના માલિકોની હકીકત સામે આવી છે. ત્યારે આ કેસમાં હવે શું નવા ખુલાસા થાય છે અને કોણ જેલભેગું થશે તે આગળની તપાસમાં જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...