તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખેડામાં MGVCLના ટ્રાન્સફોર્મરને નુકસાન કરનારા સામે ગુનો દાખલ

ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ચોરીને 1.19 લાખનું નુકસાન કર્યું

ખેડામાં MGVCLની એક બંધ કંપનીમાં ટ્રાન્સફોર્મરને અજાણ્યા ઈસમોએ લાખોનું નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ ખેડા ટાઉનમાં નોંધાઈ છે. ખેડા MGVCLમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા આશિષકુમાર પટેલને માહિતી મળી હતી કે, બાવરા લાટ નજીક આવેલી પર્ફેક્ટ બોરીંગ કંપની જે બંધ હાલતમાં છે. ત્યાં આવેલા ટ્રાન્સફોર્મરને કોઈ અજાણ્યા ઈસમોએ નુકસાન પહોંચાડ્યું છે. તેમજ ઓઈલ અને વાયર કોઈલની ચોરી કરી છે. આ હકીકતની જાણ થતાં તેમને બીજા દિવસે સ્થળની મુલાકાત કરી હતી.

જ્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તે ટ્રાન્સફોર્મર MGVCLકંપની હેઠળની તોસીબા કંપનીનું હતું. જેમાંથી આશરે 180 લીટર જેટલાં ઓઈલ અને એલ્યુમિનિયમની ત્રણ કોઈલોની ચોરી થઈ હતી. એટલું જ નહીં, ટ્રાન્સફોર્મરને ડીપી પરથી નીચે ઉતારીને MGVCLકંપની વર્ષ 2020-21ના ભાવ મુજબ 1.19 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન કર્યુ હતું. જેની ગંભીર નોંધ લેતાં ખેડા MGVCLના નાયબ ઈજનેર આશિષ પટેલે કંપનીના ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...