કાર્યવાહી:ખેડામાં ગેરકાયદેસર ચાલતી કેમિકલની કંપનીને સીલ કરાઈ

ખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપની દ્વારા વેસ્ટ કેમિકલ ખારી નદીમાં ઠલવાતો હતો

ખેડાના નાયકાની એક ખાનગી કંપનીને ટુંકા ગાળામાં બીજીવાર સીલ કરાઈ છે. ઘાતક કેમિકલનું મંજૂરી વગર ઉત્પાદન કરતી આ કંપની સામે અગાઉ પણ કાર્યવાહીના ભાગરૂપે સીલ મારવામાં આવ્યુ હતુ. જો કે, કંપનીમાં કેમિકલ બનાવતા ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે ઘુસી આ કેમિકલ ફરી એકવાર બનાવાઈ રહ્યુ હતુ. મામલાની જાણ થતાં જીપીસીબી અને મામલતદાર કચેરી દ્વારા ફરી આ કંપની સીલ કરી છે. ખેડાના નાયકા ગામની સીમમાં ત્રણ વર્ષથી વિવાદમાં સપડાયેલી ડાયઝ અને ઈન્ટરમીડીયેટના કેમિકલ બનાવતી કંપનીને આજે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને મામલતદાર દ્વારા સીલ કરાઈ છે.

આ કંપની દ્વારા વેસ્ટ કેમિકલ ખારી નદીમાં ઠલવાતો હતો. જે પર્યાવરણ માટે નુકશાનકારક છે. આ મામલે અગાઉ પ્રશાસન દ્વારા કંપની સામે કાર્યવાહી કરાઈ હતી અને ફેક્ટરી સીલ કરાઈ હતી. ત્યારબાદ 18 સપ્ટેમ્બર, 2021ના રોજ રાત્રિ મોનીટરીંગ દરમિયાન ઉત્પાદન ચાલુ જોવા મળ્યુ હતુ અને પ્રશાસન દ્વારા મરાયેલુ સીલ પણ તોડી નખાયુ હતુ. જેના કારણે આજે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને મામલતદર દ્વારા ફેક્ટરીને ફરી સીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...