વડોદરા ડ્રગ્સ કેસ:વડોદરા ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ ચકલાસીનો આધેડ આરોપી ફરાર

ચકલાસી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ગિરનાર પરિક્રમા કરવા ગયો હોવાનું જાણવા મળ્યું

તાજેતરમાં વડોદરામાં બે સગા ભાઈ અને બહેન ડ્રગ્સનું વેચાણ કરતાં હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપીઓ આ ડ્રગ્સ ખેડા જિલ્લામાં ચકલાસીમાં રહેતા આધેડ દિલીપભાઈ પાસેથી ખરીદતાં હતા. જે બાદ ચકલાસી પોલીસે પણ દિલીપની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આરોપી જૂનાગઢના ગિરનારમાં પરિક્રમા કરવા ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

હવે, તો જૂનાગઢની પરિક્રમા પણ પૂરી થઈ ગઈ છે. પરંતુ આરોપી દીલીપભાઈની કોઈ ખબર સામે આવી નથી. આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં PSI વિશાહ શાહે જણાવ્યું છે કે, પોલીસ દિલીપભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે, પણ તેનો મોબાઈલ નંબર બંધ આવી રહ્યો છે. હાલ, તે ક્યાં છે તેની માહિતી સામે આવી નથી.

આમ,વડોદરા ડ્રગ્સ કેસની તપાસ ચકલાસીના દિલીપભાઈ પર આવીને અટકતાં કેટલાંક સવાલોના જવાબ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે, ત્યારે આરોપીને પોલીસ તપાસની જાણ થઈ જતાં તે ફરાર થઈ હોવાની વાતોએ જોર પકડ્યું છે. હવે જોવાનું રહેશે કે, પોલીસ આ ઘટનાનો ભેદ ઉકેલવામાં મહત્વની કડીરૂપ બનેલા આરોપી દિલીપ સુધી પહોંચી શકશે કેમ?...

અન્ય સમાચારો પણ છે...