LRD ભરતી:​​​​​​​ઉમેદવારોને દોડની પ્રેક્ટિસ માટે ખેડામાં 7 મેદાન અને પોરબંદરમાં પોલીસ હેડ ક્વાર્ટરનું મેદાન ફાળવાયું

ખેડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગઈકાલે રવિવારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પોલીસના મેદાનો ફાળવાયા હતા

ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની ભરતી માટે 9.46 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. LRD ભરતીની તૈયારી માટે ઉમેદવારો ખેતરો, મેદાનો, બગીચા તથા રોડ પર પણ દોડની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ વધુમાં વધુ લોકોને ભરતી માટે તૈયારી કરવા સુવિધા મળે તે હેતુથી પોલીસના મેદાનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા ખેડા અને પોરબંદરમાં આવેલા મેદાનો ઉમેદવારોને તૈયારી માટે ફાળવવામાં આવ્યા છે.

બે જિલ્લાઓમાં ઉમેદવારોને મેદાન ફાળવાયા
ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ખેડા જિલ્લામાં સાત જગ્યાઓ પર પોલીસ ભરતીના યુવાઓ માટે તાલીમ શરૂ કરાઈ છે. બીજી તરફ પોરબંદર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર મેદાન પણ યુવાનોને ભરતીની તૈયારી માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

રવિવારે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં મેદાનો ફાળવાયા
નોંધનીય છે કે, રાજ્યના છેવાડાના ઉમેદવારો પોલીસમાં લાગી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ઉમેદવારોને શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે. શનિવારે અમરેલીમાં 6 જગ્યાઓ પર પોલીસે મેદાન ફાળવ્યા હતા. જ્યારે રવિવારે પણ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પોલીસના મેદાનો ફાળવાયા હતા.

આ પણ વાંચોઃ LRD ઉમેદવારોને શારીરિક કસોટીની પ્રેક્ટિસ માટે પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લામાં ગુજરાત પોલીસે મેદાન ફાળવ્યા, આ રહ્યું આખું લિસ્ટ

અમરેલીમાં ફાળવાયેલા મેદાનોની યાદી
અમરેલીમાં ફાળવાયેલા મેદાનોની યાદી

ભાવનગરમાં યુવાનોને મેદાન ઉપલબ્ધ કરાવાશે
આ ઉપરાંત વલસાડમાં પણ પોલીસ અધીક્ષક દ્વારા હાલ 250 જેટલા યુવાનોને શારીરિક તથા લેખિત પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે. જ્યારે ભાવનગરમાં પોલીસ મહાનિરીક્ષક દ્વારા પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનોને મેદાન ઉપલબ્ધ કરાવવા તથા માર્ગદર્શન આપવા ભાવનગર તથા બોટાદ જિલ્લા પોલીસ અધીક્ષકને સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં અન્ય કયાં કયાં ઉમેદવારોને મેદાનો પ્રેક્ટિસ માટે ફાળવાયાં?

  • જામનગર જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતેનું ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમેદવારો માટે દોડની પ્રેક્ટિસ માટે ઉપલબ્ધ છે.
  • લોકરક્ષક ભરતીની દોડની તૈયારી માટે ઉમેદવારોને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં SRP ગ્રુપનાં મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.
  • સુરતના કામરેજ પાસેના વાવમાં પણ SRP ગ્રુપનાં મેદાનો ઉમેદવારોને ઉપલબ્ધ કરાવાયાં છે.
  • સાબરકાંઠાના પોલીસ અધીક્ષક દ્વારા જિલ્લામાં કુલ 13 જગ્યાએ પોલીસ ભરતીના ઉમેદવારોને તૈયારી માટે મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.