રજૂઆત:કલોલીમાં સસ્તા અનાજની દુકાનના પરવાના માટેના ફોર્મ રદ થતાં આવેદન

ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા તાલુકાના કલોલી ગામે પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર દુકાનનો પરવાનો મેળવવા માટે કલોલીના 6 જેટલા અરજદારો ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. જેમાં સરકારની ઓનલાઈન આ વેબસાઈટમાં ટેક્નિકલ પ્રોબ્લેમને લઈને મોબાઈલમાં ઓ.ટી.પી.નંબર ના આવતા ફોમ ભરાયા ન હતા જેને લઈને ગામમાં અરજદારોએ ખેડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું . અરજદારોની માંગણી કે બધા લોકોના ફોર્મ રદ થયા છે માટે ફરીવાર સરકાર દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવે જેથી અમે ફરીવાર ફોર્મ ભરી શકીએ.

વધુમાં અરજદારોએ જણાવ્યું હતું કે અમે લોકો છેલ્લા 15 દિવસથી આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે રોજ અમે કચેરીના ધક્કા ખાય રહ્યાં હતાં અને આખરે અમારી આ મહેનત પાણીમાં ગઇ છે. અમે તમામ પ્રકારના આધાર પુરાવાઓ છેલ્લી તારીખ સુધી સરકારની ઓનલાઈન વેબસાઈટમાં અપલોડ કર્યા પણ છેલ્લે મોબાઈલમાં ઓ.ટી.પી.ના આવતા અમારા ફોર્મ જ સબમીટ થયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...