તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સફાઈ સેવકો ઉપર પોલીસ દ્વારા દમનને પગલે આવેદન

ખેડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા માંગ

25 મે ના રોજ જી.જી. હોસ્પિટલ, કોવિડ કેર જામનગર ખાતે ફરજ બજાવતા સફાઇ કામદારો ઉપર સામાન્ય બાબતે એક્ષ-આર્મીમેન (સિક્યુરીટી ગાર્ડ) અને બે પોલીસ જવાનો દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પોલીસના અમાનુષી લાઠીચાર્જમાં સવિતાબેન અને કાજલબેનને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. અત્યાચાર ગુજારનાર પોલીસ સામે કાર્યવાહી કરવા ડો. બાબાસાહેબ આંબેડકર સંગઠન ખેડા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. સફાઇ કામદાર મહિલાઓ પર અત્યાચાર ગુજારનાર પોલીસ કર્મીઓનો વિડીયો પણ ઉતારાયો છે.

બેફામ રીતે કાયદો હાથમાં લઇ ઉકત હુમલાખોર પોલીસ જવાનો વિરૂદ્ધ અનુ. જાતિ/ જનજાતિ અધિનિયમ- 1989 અને પ્રવર્તમાન સુધારા અધિનિયમ હેઠળ તાકીદે ગુનો દાખલ કરવામાં આવે તાત્કાલિક અસરથી ફરજ મોકુફી હેઠળ ઉતારી દેવામાં આવે તેવી અને અન્ય સફાઇ કર્મચારીઓને ખોટી રીતે સંડોવણી કરી ધરપકડ કરવામાં આવે છે તેમને તાકીદે બિનશરતી રીતે ન્યાયના હિતમાં મુકત કરવામાં આવે.આમ ગુનેગાર પોલીસ કર્મચારી સામે સખ્ત કાયદાકીય કાર્યવાહી કરી ગુનો દાખલ કરી ન્યાય આપવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...