કાર્યવાહી:ખેડા નજીક રીક્ષામાં ચાઈનીઝ દોરી સાથે આણંદનો ઈસમ ઝબ્બે

ખેડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેડા પોલીસ દ્વારા રું.1.52 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ખેડા ટાઉન પોલીસના જવાનો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ખેડા બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ચાઈનીઝ દોરી ભરીને રીક્ષા જતી હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નજીક ખેડાથી આણંદ જવાના માર્ગ પર ગેબનશા દરગાહ સામે વૉચ ગોઠવી બાતમી આધારીત રીક્ષા રોકી લીધી હતી. રીક્ષા નં. જીજે 23, ઝેડ 9037માં પેસેન્જર બેસાડવાની શીટ પર 4 પુઠાના બોક્ષ મળી આવ્યા હતા. રીક્ષાચાલકની પૂછપરછ કરતા અતીકભાઈ વ્હોરા (રહે. સામરખા ચોકડી, આણંદ) હોવાનું જણાવ્યુ હતુ.

રીક્ષામાં લઈ જવાતા ચાર બોક્ષની તપાસ કરતા તેમાંથી ચાઈનીઝ દોરીના રીલો મળી હતી. ચારેય બોક્ષમાંથી 96 મોટી રીલ જેની કિંમત 38,400 અને 120 નાની રીલના 24 હજાર રૂપિયા ગણી રીક્ષા તેમજ મોબાઈલ સહિત કુલ 1.52 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

તેમજ આરોપીની પૂછપરછમાં આ મુદ્દામાલ રશીદશા ઉર્ફે ભુરો દિવાન (સલાટીયા રોડ, આણંદ) દ્વારા રીક્ષામાં ભરાવી આણંદથી મહેમદાવાદ પહોંચી ત્યાં અન્ય ઈસમને પહોંચાડવા માટે જણાવ્યુ હતુ. ખેડા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત ચાઈનિઝ દોરી રાખવા બદલ બંને આરોપીઓ વિરુદ્ધ ખેડા ટાઉન મથકે ફરીયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...