તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ત્રાજમાં 20 ફૂટના ખાડામાં કામ કરતા યુવક પર ભેખડ પડતાં મોત

ખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રમજીવી ખાડામાં પાણીની પાઈપ નાખવા માટે ઉતર્યો હતો

માતર તાલુકાના ત્રાજમાં તળાવમાંથી ખેતરમાં પાણીની લાઈન લઈ જવા માટે તળાવ કિનારે જેસીબી દ્વારા 20 ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો. જે ઊંડા ખાડામાં ત્રાજના યુવક ભરતભાઈનું ભેખડ પડતા કરુણ મોત નીપજ્યું હતુ. મળતી માહિતી મુજબ ત્રાજ ગામના શીતલભાઈ પટેલનું ખરોડા વાળા ખેતરની બાજુમાં ત ળાવ આવેલ છે.

જે તળાવમાંથી પાણી લેવા માટે શીતલભાઈ દ્વારા જેસીબી દ્વારા તળાવ કિનારે 20 ફૂટ જેટલો ખાડો કરવામાં આવ્યો હતો જે ખાડામાં પાઇપ લાઈન નાખવા માટે ગામના યુવક ભરત ભાઈ સોમાભાઈ પરમાર ઉંમર 37 વર્ષ જેવો તેમના ખેતરમાં મજૂરી કામ માટે આવેલા જેવો ખોદવામાં આવેલા ખાડામાં પાણીની પાઈપ નાખવા માટે ઉતરેલા એ સમયે એકાએક બંને બાજુમાંથી ભેખડ પડતા તેવો અંદર ખાડામાં દટાઈ ગયા હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા હતા પણ તેઓનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. મરનાર ભરતભાઈ ભાઈનું નિવેદન લઈને પોલીસે એડી દાખલ કરીને આગળ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...