તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રસીકપુરા બ્રિજ પર રૂ ભરેલી ટ્રક પલટી જતાં ટ્રાફિક જામ, રૂ ખાલી કરવા બીજી ગાડી બોલાવાઇ

ખેડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડાના ધોળકા હાઇવે ઉપર આવેલા રસિકપુરા સાબરમતી બ્રિજ ઉપર રૂ ભરેલી ટ્રક પલટી ખાઈ જતા ધોળકા -સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને વાસણા ટોલ આગળથી બારેજા તરફના રોડ ઉપર ડાયવર્ટ કરાયા હતા. ખેડાથી ધોળકા જઈ રહેલી રૂ ભરેલી ટ્રક બપોરના સમય દરમિયાન રસિકપુરા સાબરમતી નદીનો બ્રિજ ઉતરતી સમયે ગાડી પલટી ખાઈ જતા થોડા સમય માટે ટ્રાફિક સર્જાયો હતો.

​​​​​​​ખેડા ટાઉન પોલીસ જાણ થતાં તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કરીને વાહનોને ડાયવર્ટ કર્યા હતા. હાલ રસિકપુરા બ્રિજનું નવીન કામ ચાલુ હોવાથી આ રોડને વનવે કરવામાં આવ્યો છે. બ્રિજનું કામ ચાલુ હોવાથી માટીનો ઢગલો સાઈડમાં પડ્યો હોવાથી ટ્રક પલટી ખાઈ ગઇ હોવાનુ જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં કોઈ જાનહાની થયી ન હતી. પલટી ખાધા બાદ ગાડીમાંથી રૂ ખાલી કરવા માટે બીજી ગાડી બોલાવાઇ હતી. બપોરે પલટી ખાધેલી ગાડી સાંજ 7 વાગ્યા સુધી ખસેડવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો