ખેડા કોર્ટ કમ્પાઉન્ડમાં ઝેરોક્ષ માટે મુકવામાં આવેલ કેબિનમાં બુધવારે સવારે અચાનક આગ લાગતા કેબિનમાં રાખવામાં આવેલ સમાન બળીને ભસ્મીભૂત થયી ગયો. મળતી માહિતી મુજબ ખેડા કોર્ટના કમ્પાઉન્ડ અંધજન મંડળના સહયોગ થી મુકવામાં આવેલ કેબિનમાં આકસ્મિક આગલાગી હતી. આગ લાગતા કોર્ટના વકીલો અને જી.આર.ડી જવાનો દ્વારા પાણીનો મારો ચાલવીને એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવા આવ્યો હતો.
સ્થાનિક નગર પાલિકા ફાયર ફાયટરને જાણ કરવા છતાં આગ ઓલવાઈ ગયા બાદ પાલિકા ફાયટર આવ્યું હતું. ખેડા કોર્ટના કમ્પાઉન્ડ અંધજન મંડળના સહયોગ મુકવામાં આવેલ ઝેરોક્ષ મશીન રઢું ગામના વતની ઈન્દ્રજીત જાડેજા ચલાવી રહ્યા છે. જેવો પોતે હેનડીકેપ છે જોવો ઝોરોક્ષ અને ટાઈપિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કેબિનમાં આગ લાગતા અંદર બે નાના મોટા ઝેરોક્ષ મશીન, ટેબલ ખુરશી, કુલર, લાઈટનું મીટર બળી ને ભસ્મીભૂત થયી ગયું હતું. કુલ રૂ. 80 હજાર જેટલી રકમનું નુકસાન થયુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.