તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહનચાલકોમાં આક્રોશ:રધવાણજ ટોલ પર 1100 ચાલકો પાસેથી 1.15 લાખનો દંડ વસુલ્યો

ખેડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ફાસ્ટેગ વગરના વાહનચાલકોએ દંડ ભરવો ફરજિયાત થયો

ખેડાના રધવાણજ ટોલબુથ પર છેલ્લાં બે દિવસથી ફાસ્ટેગ નિયમનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. જેના લીધે ફાસ્ટેગ વગરના વાહનચાલકોએ ફરજિયાત દંડ ભરવો પડ્યો હતો. જેમાં બુધવારે સાંજના ચારેક વાગ્યા સુધીમાં ફાસ્ટેગ વગરના 1100 વાહનચાલકો પાસેથી સવા લાખેક રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી હતી. જેના લીધે વાહનચાલકોમાં આક્રોશ ફેલાયો હતો.

ખેડાના રધવાણજ ટોલબુથ પર ફાસ્ટેગ નિયમને ફરજિયાત બનાવવાની સાથે તેની અમલવારી બે દિવસથી કરી દેવામાં આવી છે. દરમિયાનમાં અહીંના ટોલ પ્લાઝા ઉપરથી બુધવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ફાસ્ટેગ વગરના 700 જેટલાં વાહનો પસાર થયા હતા. જે તમામ વાહનચાલકો પાસેથી ફાસ્ટેગ નહીં હોવાથી ડબલ રકમ વસુલ કરવામાં આવી હતી. જેમાં સાંજ સુધીમાં કુલ 1100 વાહનો પસાર થતાં દંડ પેટે રૂ.1,15,000ની રકમની રિકવરી કરી હતી. જ્યારે નવા ફાસ્ટેગ 270 વાહનો રજિસ્ટ્રેશન કરાયા હતા. જો કે, આજે પણ ટોલબુથ નજીકના ગામોના લોકોનો ફાસ્ટેગ નિયમના અમલ અને ટોલ ટેક્સ ઉઘરાવવા મામલે કકળાટ શરૂ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો