તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:રધવાણજ ટોલબુથ પર 20 કિ.મી. વિસ્તારના વાહનોની અલગ લાઇન બનાવવામાં આવી

ખેડા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ફાસ્ટટેગમાં વધુ રકમ કપાતી હોવાની ફરિયાદના પગલે બુથ સંચાલકોએ વ્યવસ્થા ઉભી કરી

ખેડાના રધવાણજ ટોલબુથ ઉપર ફાસ્ટટેગ નિયમનો અમલ શરૂ થવાના પગલે નજીકના 20 કિલોમીટરના ગામના વાહનચાલકોએ ફરજિયાત રૂ.45 ભરીને નંબર 1 લાઇનમાંથી છેલ્લી 28મી ફેબ્રુઆરી સુધી જ પસાર થઇ શકશે. જ્યારે આઠ કિ.મી.ની આસપાસના 10 ગામના વાહન ચાલકો પાસેથી કોઇ ટોલટેક્સ લેવાતો નથી. તેનો નિર્ણય લેવાનો બાકી છે. ખેડાના રધવાણજ ટોલબુથ ઉપર ફાસ્ટટેગના નિયમનો અમલ 15મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યો છે. જેના લીધે ટોલબુથની નજીકના 20 કિલોમીટરના અંતરના લોકો હાલ ટોલ ટેક્સ ઉપર ઇન-આઉટ માટે 1 નંબરની લાઈન ઉપર 45 રૂપિયા રોકડ ભરીને અવરજવર કરી શકાય છે.

જ્યારે 20 કિલોમીટરના અંતરના વાહનમાલીકો ફાસ્ટટેગ ધરાવતાં હશે અને તેઓ લાઈનમાંથી પસાર થશે તો તેમણે 24 કલાક ઇન-આઉટ માટે 130 રૂપિયા ચૂકવવા પડશે. બીજા વિકલ્પમાં સ્થાનિક 20 કિલોમીટર અંતરના લોકો 1 મહિના માટે 275 રૂપિયાનો પાસ કઢાવી શકે છે. છેલ્લી 28 મી ફેબ્રુઆરી સુધી જ નંબર 1 ની લાઈનમાંથી 45 રૂપિયામાં 20 કિલોમીટરના વાહનસવારો આવનજાવન કરી શકશે. જ્યારે ટોલબુથની આઠ કિલોમીટરની આસપાસના 10 ગામના લોકો પાસેથી હાલમાં કોઇ ટોલટેક્સ લેવામાં આવતો નથી. તેનો નિર્ણય પેન્ડિંગ રહ્યો છે.

રધવાણજ ટોલ બુથ પર એક જ દિવસમાં 3.48 લાખનો દંડ વસુલાયો
રધવાણજ ટોલ બુથ પર ફાસ્ટટેગ ફરજીયાત કરાયાના સપ્તાહ દરમિયાન કુલ 6 લાખ જેવો દંડ વસુલવામાં આવ્યો છે. જોકે, તેમાં સોમવારના એક જ દિવસનો 3.48 લાખનો સમાવેશ થાય છે. મંગળવારના રોજ 130 વાહનોનો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંગળવારના રોજ 230 ફાસ્ટટેગ વેચાયા હતા. 15મી ફેબ્રુઆરીથી 22મી સુધીમાં કલ 2630 વાહનોએ સ્થળ પર જ ફાસ્ટટેગ લગાડ્યાં હતં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો