તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચકલાસીના રામપુરામાંથી જુગાર રમતા 11 ઝડપાયા, કુલ 96,300નો મુદ્દામાલ જપ્ત કરાયો

ચકલાસી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લા એલ.સી.બી ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચકલાસી ગામના રામપુરા વિસ્તારમાં હિરાભાઈ સબુરભાઈ વાઘેલા અને પ્રવિણ વાઘેલા ફળિયામાં રહેતા વિઠ્ઠલભાઈ પરસોત્તમ વાઘેલાનું ઘર ભાડે રાખીને જુગાર રમાડે છે. આ માહિતીના આધારે એલ.સી.બી ટીમે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં એલ.સી.બી ટીમે 11 ઈસમો રંગેહાથ જુગાર રમતા ઝડપી લીધા હતા.

પ્રાથમિક પૂછપરછ કરતાં આરોપીઓએ પોતાના નામ પ્રવિણ ઉર્ફે ભૂરો વાઘેલા, (રહે રામપુરા), સચીન પટેલ (રહે સુણાવ),નિલેષ પટેલ (રહે, ચકલાસી),અસલમખાન પઠાણ (રહે. આણંદ), કમલેશ પરમાર(રહે, ચકલાસી),સોમાભાઈ ઉર્ફે સોમો ઠાકોર (રહે, ઉમરેઠ),નિલેશભાઈ પટેલ (રહે, મહુધા), જંયતી વાઘેલા (ચકલાસી), શૈશદ ઉર્ફે ઈકી સોની (રહે નડિયાદ), સુરેશ પટેલ (રહે, ઉત્તરસંડા) અને કિરીટભાઈ વાઘેલા (ચકલાસી) જણાવ્યા હતા. ત્યારબાદ પોલીસે તમામ આરોપી પાસેથ રોકડા 10,800 સહિત કુલ રૂપિયા 96,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...