ખાત મુર્હુત:કઠલાલમાં 3.50 કરોડના ખર્ચે CHCનું કેન્દ્રીય મંત્રી અને રાજ્ય કેબિનેટ મંત્રીએ કર્યું ખાત મુર્હુત

કઠલાલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કઠલાલમાં 3.50 કરોડના ખર્ચે નવુ આરોગ્ય કેન્દ્ર બનશે. - Divya Bhaskar
કઠલાલમાં 3.50 કરોડના ખર્ચે નવુ આરોગ્ય કેન્દ્ર બનશે.
  • કઠલાલ અને આસપાસના ગામના 40 હજાર લોકોને સરકારી સારવારનો લાભ મળશે

સરકાર દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. ત્યારે કઠલાલમાં પણ આરોગ્યલક્ષી સુવિધાઓ વિકાસ થાય તેવા ઉમદા ઉદેશથી સામુહિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું ખાતમુર્હત કરવામાં આવ્યું. નગરમા 3.50 કરોડના ખર્ચે તૈયાર થનાર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહેશે.આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં ખાતમુહૂર્ત કર્યું હતું.

નવીન આરોગ્ય કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે માળનું બનશે, જેમાં ઇમર્જન્સી રૂમ તથા વોર્ડ, એક્સરે રૂમ, નવજાત શિશુ સંભાળ વિભાગ, ફિમેલ વોર્ડ, ઓપરેશન થિયેટર જેવી સુવિધા મળી રહેશે, ચાર જેટલા ડોક્ટરનો ઓપીડી રહેશે. આ આરોગ્ય કેન્દ્ર બનવા થી કઠલાલ નગર તેમજ તાલુકાની જનતાને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે.

આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કઠલાલ તેમજ તાલુકા ની એક લાખ થી વધુ જનતા ને આરોગ્ય કેન્દ્રમાં એમડી ડોક્ટર પણ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરાશે. કઠલાલમાં પીએમ રૂમ સુવિધા પણ બનાવી આપવાનું તેઓએ વચન આપ્યું હતું.

આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય સંચાર મંત્રી, અર્જુનસિંહ ચૌહાણ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ વિભાગના મંત્રી, વિપુલભાઈ પટેલ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ, મેહુલભાઈ દવે ડીડીઓ ખેડા, કઠલાલ નગરપાલિકા પ્રમુખ બીપીનભાઈ પટેલ, કઠલાલ શહેર પ્રમુખ ગોવિંદભાઇ પરમાર, કઠલાલ તાલુકા પંચાયત પ્રમુખ કિરણસિંહ ડાભી, તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ જીગ્ના બેન પટેલ, કઠલાલ ટીડીઓ સૌરભ શાહ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...