તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:એક જ ઘરના ત્રણ વ્યક્તિના 10 દિવસમાં કોરોનામાં મોત

કઠલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલનું લક્ષ્મીપુરા કોરોનાનું હબ

કઠલાલ તાલુકાના પીઠાઇ, ફરકુંડા, રતનપુર, મુડેલ, છીપડી, અનારા જેવા મોટા ગામોમાં છેલ્લા ઘણા સમયથી કોવિડની બીજી લહેરે માઝા મુકી છે. લોકો ત્રાહીમામ પોકારી ગયેલ છે. ગ્રામ પંચાયત અને સમાજસેવી સંસ્થાઓ દ્વારા દર્દીઓને સારવાર મળે છે પરંતુ પૂરતા પ્રમાણમાં ઇન્જેકશન અને ઓક્સિજન તેમજ બેડની અપૂર્તતાને કારણે ઘણા લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે.

લોકો જાગૃતતા રાખી રસીકરણ પણ કરાવી રહેલ છે. પરંતુ કઠલાલ તાલુકામાં કોવિડનો કહેર થંભી જવાનું નામજ નથી લેતો. કઠલાલમાં હાલ શ્રીજી સોસાયટી, પ્રભુકૃપા, ઇશ્વરકૃપા, ભાગ્યલક્ષ્મી, અંબિકાનગર તેમજ કઠલાલ શહેરમાં દિવસે દિવસે દર્દીઓ વધી રહેલ છે તેમજ મરણનું પ્રમાણ પણ વધી રહેલ જોવા મળે છે. પ્રાપ્ત માહીતી અનુસાર લસુન્દ્રા તાબેના લક્ષ્મીપુરા ગામમાં 10 દિવસમાં એકજ ઘરના 3 વ્યક્તિઓનો કોરોનાએ ભોગ લીધો છે.

કોરોના મહામારીજ્યારે એજ ઘરના બીજા વૃદ્ધ વડીલની તબિયત ઠીક નહીં હોવાનું જાણવા મળેલ છે. લક્ષ્મીપુરામાં કુલ 85 મકાનોમાં હાલ 75 જેટલા મકાનો ખુલ્લા છે. જેમાં 150 થી 200 માણસની લક્ષ્મીપુરા લાટમાં વસ્તી છે. પરંતુ છેલ્લા એક માસથી ઘરદીઠ એક-બે વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત છે. હાલની પરિસ્તિથિ મુજબ અશ્વિનભાઇ પંચાલના ઘરમાં તેમના કાકા (1) હસમુખભાઇ- 51 વર્ષ (2) ગોપાલભાઇ 31 વર્ષ (3) રમીલાબેન 58 વર્ષ તેઓ દિન દસમાં મૃત્યુ પામેલ છે. આમ કોરોનાની લહેર ગામડાઓ સુધી પહોંચી ગયેલ છે. જેથી બધીજ જગ્યાએ ભયનો માહોલ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...