તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:દાદાના મુવાડામાં ઓફલાઈન દસ્તાવેજ પાછળ રાજકીય પીઠબળની આશંકા

કઠલાલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનોએ ગ્રામજનોની મુલાકાત લીધી

કઠલાલ તાલુકાના દાદાના મુવાડા ગામે 600 વિધા જમીનોમાં આવેલ જુદા જુદા 20 જેટલા સર્વે નંબરો નો ઓફ લાઈન દસ્તાવેજ થઈ ગયો હોવાની ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જમીન પર રહેતા અને ખેતી કરતા ગ્રામજનોની જાણ બહાર દસ્તાવેજ થઈ ગયો હોવાના આક્ષેપ સાથે તાજેતરમાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જે બાદથી કઠલાલ પંથકમાં સમગ્ર મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કોઈ મોટા રાજકીય પીઠબળ વગર આટલી મોટી ઘટનાને અંજામ ન મળી શકે તેવી ચર્ચા ઓ શરૂ થઈ હોઈ આજરોજ ખેડા જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ દાદાના મુવાડા ગ્રામજનોની મુલાકાત લીધી હતી.

કપડવંજ-કઠલાલ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, બાલાસિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા પ્રમુખ રાજેશ ઝાલા સહિતના આગેવાનોએ સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી સ્થિતિનો ત્યાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બાલાસિનોર વિધાનસભામાં આવતો હોઈ ધારાસભ્ય અજિતસિહ ચૌહાણે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના બે સભ્યો એ આ ઓફલાઇન દસ્તાવેજ કરાવ્યા હોવાની ચર્ચા સાંભળી છે. જોકે તેમણે તે સભ્યોના નામ જણાવ્યા ન હતા. અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું.

અન્ય સમાચારો પણ છે...