ક્રાઈમ:મહેમદાવાદના જરાવતનો શખસ સગીરા ભગાડી ગયો

કઠલાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલ પોલીસે સગીરાને છોડાવી

કઠલાલ પંથકની સગીર બાળા ઘરેથી નીકળી ગયા બાદ મહેમદાવાદના જરાવત ગામનો શખસ લઇ ગયા બાદ તેને ગોંધી રાખી હતી. જેની જાણ થતાં કઠલાલ પોલીસે તેને છોડાવી લઇ ફરાર શખસની શોધખોળ હાથ ધરી હતી.

કઠલાલપંથકના પરિવારની સગીર બાળા અકળ કારણોસર ઘરેથી નીકળી ગઇ હતી. જેની નાદાનીનો ગેરલાભ લઇ મહેમદાવાદના જરાવત ગામનો કાળુસિંહ લક્ષ્મણસિંહ ઝાલા સગીરાને તેના ગામ ભગાડી ગયો હતો. જ્યાં ગામ બહાર ટેકરા પરના છાપરામાં શખસે સગીર બાળાને ગોંધી રાખી હતી. જેની જાણ થતાં કઠલાલ પોલીસ સ્ટાફે ત્રાટકી છાપરામાં ગોંધી રાખેલી સગીર બાળાને જરાવતના કાળુસિંહ ઝાલાના કબજામાંથી છોડાવી કઠલાલ પોલીસમથકે લઇ આવી પૂછતાછ હાથ ધરી હતી. જો કે, સગીર બાળાને ગોંધી રાખનાર શખસને પોલીસ પકડી શકી ન હતી. આગળની તપાસ સીપીઆઇ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...