હુમલો:રૂ. 25 હજાર ઉછીના માંગતા યુવકને પરિવારજનોએ માર્યો, ઉમરેઠ પોલીસે 4 લોકો સામે ગુનો નોંધ્યો

કઠલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઉમરેઠમાં યુવકે રૂપિયા 25 હજાર મિત્ર પાસે ઉછીના માંગતા આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેમણે યુવકને માર માર્યો હતો. જે સંદર્ભે ઉમરેઠ પોલીસે ચાર જણાં વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે. ઉમરેઠ નગરમાં સંતરામ મહોલ્લા વિસ્તારમાં ટીનાભાઈ ભીખાભાઈ તળપદા પરિવાર સાથે રહે છે અને મજુરી કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓએ પોતાના મિત્ર કિરીટભાઈ ધનજીભાઈ તળપદા પાસેથી 25 હજાર રૂપિયા ઉછીના માંગ્યા હતા.

જેથી ટીનાભાઈને આ બાબતે માતા શાંતા ભીખા તળપદા તેમજ અન્ય પરિવારજનો કાકા રઈજી છોટા તળપદા, ભાઈ સુરેશ ભીખા તળપદા અને પુત્ર હિતેશ ટીના તળપદાએ ટીનાભાઈને તું ઉછીના પૈસા લેવા કેમ ગયો હતો. તારે શું જરૂર પડી અને તારે પૈસા લેવાના નથી તેમ કહીને લાકડાથી માર માર્યો હતો. જેમાં તેમને શરીરે વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. આ મામલે તેમણે ઉમરેઠ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છેે.

અન્ય સમાચારો પણ છે...