તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:એક જ દિવસમાં 2200 થી વધુ વૃક્ષોનુ વાવેતર

કઠલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલમાં એમ. કે. પ્રજાપતિ અને તેમની ટીમનું એક અનોખું અભિયાન હાથ ધર્યું

એક માણસ 24 કલાક માં 3 બાટલા જેટલો ઓક્સિઝન લે છે,1 બાટલાની કિંમત અંદાજે 700 રૂપિયા જેટલી હોય છે,1 દિવસના 2100 રૂપિયા.1 વર્ષના 7.66.500 રૂપિયા. તો 60 વર્ષના કેટલા થાય? કોઈ વળતર નહિ આપવાનું પ્રકૃતિને? માણસે આટલા સ્વાર્થી તો ન જ બનવું જોઈએ, આ શબ્દો છે “ડે કલેક્ટર મહેન્દ્રભાઈ પ્રજાપતિના (SMD નડિયાદ)ના 21 જૂન યોગ દિવસ નિમિત્તે એક દિવસમાં 2200+ વૃક્ષોનું વાવેતર કરી Grand Starting કર્યુ.

એ પછી વાવેલ વૃક્ષોને એડ કરતાં 3000 થી વધુ વૃક્ષો નુ વાવેતર કરવામાં થયું, જેમાં ખાસ કરીને નડિયાદ, ભરૂચ, દાહોદ, ઉના, બીજા અનેક જિલ્લાઓના અધિકારીઓ, શિક્ષકમિત્રો , સરપંચ, ગ્રામજનોેએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, આપણી પાસે સમય નથી એમ કોઈ કહેતા હોય તો એટલું ચોક્કસ જાણજો અને વિચારજો કે જે પોતાની પ્રાંત અધિકારીની વ્યસ્તતાભરી જવાબદારીમાંથી પણ સમય સમય કાઢીને “Social Army” નામની સામાજિક સેવાકીય પ્રવૃત્તિ તેમની ટીમની મદદથી કરે છે, “Social Army” ટીમના દરેક વ્યકિત પોતે પોતાની સામાજિક સેવાકીય જવાબદારી સમજીને ખડેપગે તૈયાર હોય છે, “Social Army” ના યોધ્ધાઓ દ્રારા કેટલા રૂપિયાનું માત્ર ઓક્સિજન માટેનું કામ થયું છે એ ગણી લેશો, એ સિવાય અન્ય ફાયદાઓ જેવાકે પક્ષીઓને ઘર, છાયડો, તાપમાન, ગ્લોબલ વોર્મિંગ માં ફાયદો, વરસાદ, યોગ્ય ઋતુચક્ર, પ્રદૂષણ નિયંત્રણ, એના કારણે થતી બીમારીઓ સામે રક્ષણ, પ્રકૃતિ સામે રક્ષણ, વગેરે અલગ,

આ સિવાય એમ કે પ્રજાપતિ સાહેબ જણાવે છે કે, આવો એક વિચાર બધી સ્કૂલ, કોલેજ, સોસાયટી, અને સમાજ કરે, અને એક વ્યકિત અથવા એક ઘર દીઠ એક વૃક્ષ વાવી ને તેનો ઉછેર કરે તો? આવનારા દિવસોમાં એનું સુખદ પરિણામ મળી શકે. તેઓના “Social Army” ના એક જાણીતા સેવાભાવી કાર્યકર્તા તરીકે જાણીતા ધરતીબેન પ્રજાપતિ જણાવે છે કે જયાં સોસાયટી/ સ્કૂલ માં જગ્યા ન હોય ત્યાં અથવા જ્યાં જગ્યા હોય ત્યાં જગ્યા કરીને વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ,

આવનારી પેઢી માટે કંઈક પ્રેરણાદાયક કાર્ય કરવું જોઈએ, વધુમાં ધરતીબેન પ્રજાપતિ જણાવે છે કે આ ચોમાસામાં બધાં સાથે મળીને શક્ય તેટલાં વધું પ્રમાણમાં વૃક્ષ/છોડ વાવી ને તેનું જતન કરીએ અને પર્યાવરણનુ રક્ષણ કરીએ, પોતાનાં ફ્લેટની બાલ્કનીમાંકે હૉલમાં એકાદ બે છોડ રાખીએ, આજ આપણાં બાળકો પાસે કરાવશો તો એક સારો મેસેજ અને સંકલ્પ તેમના માઈન્ડમાં જશે.

અન્ય સમાચારો પણ છે...