લોકોના નાણાં અને સમયનો વ્યય:કઠલાલ તાલુકામાં સિટી સર્વે ઓફિસમાં અધિકારી ન હોવાથી લોકોને ધરમધક્કા

કઠલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામ-ધંધો છોડીને બહારગામથી આવતા લોકોના નાણાં અને સમયનો વ્યય

કઠલાલ તાલુકામાં સિટી સર્વે ઓફિસ આવેલી છે પરંતુ તે શોભાના ગાંઠિયા જેવા બની ગઈ છે આ ઓફિસમાં ઘણા સમયથી અધિકારી જ નથી અહીંયા ફક્ત અઠવાડિયામાં બે દિવસ મેન્ટેનન્સ સર્વે બેસે છે જે ફક્ત નકલો અને નકશાઓ કાઢી આપે છે બાકી કોઈ બીજા કાર્યો થતા નથી. ખરેખર આમ જોવા જાય તો આ સુપ્રિટેન્ડેન્ટની જગ્યા છે, જ્યારે સુપ્રિટેન્ડેન્ટ કપડવંજ બેસે છે. ખરેખર તો આ જગ્યા કઠલાલ તાલુકા મથક હોવી જોઈએ પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંયા ફક્ત મેન્ટેનન્સ સર્વેયર બેસે છે.

કઠલાલમાં આવેલી આ ઓફિસ દરરોજ ચાલતી નથી અઠવાડિયામાં ફક્ત બે દિવસ ચાલે છે જેથી કોઈના કામ થતાં નથી અને ધરમ ધક્કા થાય છે. પોતાનું કામ ધંધો છોડી લોકો બહાર ગામથી અહીંયા સીટી સર્વેના કામ માટે આવે છે પરંતુ તેઓ માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી. જેથી લોકો ત્રાહિમામ થઈ ગયેલ છે આ બાબતે લાગતા વળગતા અધિકારીઓને લેખિત તથા મૌખિક જાણકારી કરવા છતાં ગાઢ નિદ્રામાં સૂતેલા તંત્રને આ લોકોની હાલત દેખાતી નથી.

લોકોના જણાવ્યાનુસાર ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટની નિમણૂક ન થાય ત્યાં સુધી આ ધક્કા ખાવા જ પડશે જેથી કરી ખેડૂતો તેમજ સામાન્ય માણસોનો સમય બગડે પૈસાનો પણ વ્યય ના થાય તે માટે સરકાર દ્વારા આ ઓફિસ સત્વરે ચાલુ થાય તેમજ જલ્દીથી અધિકારીઓની મળી જાય તેવી લોકોની લાગણી અને માગણી છે. ગામના હર્ષદભાઈના જણાવ્યાનુસાર ઓફિસના સુપ્રિટેન્ડન્ટ હાજર જ હોતા નથી આમ કઠલાલમાં આવેલ 25 હજારની વસ્તી ધરાવતા નગરના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...