રજૂઆત:કઠલાલના ચૌહાણપુરામાં 24 કલાક વીજ પુરવઠો આપવા રજૂઆત કરાઈ

કઠલાલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 300 થી વધુ મકાનોમાં ફક્ત 8 કલાક વીજ પુરવઠો પૂરો પડાય છે

કઠલાલ નગરપાલિકાના ચૌહાણપુરા વિસ્તારમાં હજુ ઘણા એવા વિસ્તાર છે જ્યાં 24 કલાક વીજળી મળી રહી નથી. સ્થાનિકો દ્વારા વારંવાર આ મામલે વીજ કંપની ને રજુઆત કરવામાં આવી છે, પરંતુ અહીંના સ્થાનિકોની 24 કલાક વીજ પુરવઠો નહી મળતા આજે આવેદનપત્રના માધ્યમથી રજુઆત કરી હતી.

ચૌહાણપુરા વિસ્તારના કેટલાક ઘરોમાં 24 કલાક વીજ પુરવઠો મળતો ન હોવાથી નાગરિકો દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની કઠલાલ ખાતે રજૂઆત કરવામાં આવી. જેમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે ચૌહાણપુરા કઠલાલ નગરપાલિકા નો વિસ્તાર છે અને આ વિસ્તાર માં અંદાજે 300 જેટલા લોકો વસવાટ કરે છે. ચૌહાણપુરા સીમ વિસ્તારમાં આઠ કલાક વિજપુરવઠો આપવામાં આવે છે અને આ નગરપાલિકા વિસ્તાર હોય તેઓને 24 કલાક વીજ પુરવઠો આપવામાં આવે. આ વિસ્તારના નાગરિકો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કઠલાલ એમ.જી.વી.સી.એલ ખાતે ડેપ્યુટી ઈજનેર એચ.એલ.ભણસોલ ને લેખિત રજૂઆત કરી હતી. જેઓએ તેઓએ તપાસ કરી યોગ્ય રસ્તો કાઢવાની હૈયા ધારણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...