તજવીજ:છેતરપિંડીમાં ગુમાવેલા 1.98 લાખનો માલ પરત મળ્યો

કઠલાલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલ પોલીસે 6 દિવસમાં ઝડપી પાડ્યો

કઠલાલ નગર ના વેપારી પાસેથી લાકડું ખરીદી રૂપિયા નહિ આપનાર પાસેથી કઠલાલ પોલીસે લાકડા નો માલ 6 દિવસમાં રિકવર કરી કાર્યવાહી હાથ ધરી હતી. કઠલાલમા રહેતા જગદીશભાઈ પટેલ લાકડાનો વેપાર કરે છે. તેમની પાસેથી મોરબીના એક ઈસમે વુડ સાઈઝ અઢી ફૂટ થી પોણા ચાર ફૂટ ના નંગ 13 હજાર 399 જે 21.9540 ઘન મીટર લાકડું જેની જીએસટી સાથે કિંમત રૂપિયા 1 લાખ 98 હજાર 617 નો માલ મંગાવી રૂપિયા ચૂકવ્યા ન હતા.

આ સમગ્ર મામલે જગદીશભાઈ પટેલે કઠલાલ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કઠલાલ પોલીસે એક ઇસમને ઝડપી પાડયો હતો અને લાકડાનો માલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...