ધરપકડ:ફાગવેલ સ્ટેટ વિજિલન્સ રેઈડમાં દારૂના ગુનામાં ચારની ધરપકડ

કઠલાલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા, મુખ્ય આરોપી વોન્ટેડ

કઠલાલના ફાગવેલ ગામે દેવદિવાળીના મેળા દરમિયાન સ્ટેટ વિજિલન્સ ટીમે રેઈડ કરીને દારૂનું વેચાણ કરતા આરોપીઓની અટક કરી હતી. જે બાદ આ કેસની તપાસ કઠલાલ પોલીસને સોંપવામાં આવી છે. આ કેસની પ્રાથમિક તપાસ કર્યા બાદ પોલીસે આરોપી નિમેષભાઈ રાઠોડ અને અજયભાઈ ઉર્ફે ટેબલી રાઠોડને આજે કૉર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને કૉર્ટે 4 દિવસના એટલે કે, ગુરૂવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસ અંગે વાત કરતાં તપાસ અધિકારી PSI વી.એ ચારણે જણાવ્યું છે કે, આ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે તેમને આરોપીના રિમાન્ડ માગ્યાં છે.

પ્રાથમિક તપાસમાં આ બંને આરોપીઓ ફોલ્ડરિયા હોવાનું સામે આવ્યું છે. જેમને દારૂ ક્યાંથી લવાય છે અને અન્ય કેટલાં લોકો આ વેપલામાં સંડોવાયેલા છે? તેના વિશે ખબર નથી. એટલે મુખ્ય આરોપી વિનોદભાઈ ઉર્ફે રામસીંગભાઈ પરમાર (રહે. વાસવત ફળીયું, ફાગવેલ)ની શોધખોળ હાથ ધરી છે. જેની ધરપકડ થયા બાદ ગેરકાયેદસર થતાં દારૂના વેચાણની હકીકત સામે આવશે. સ્ટેટ વિજિલન્સ ટીમે બાતમી આધારે, ફાગવેલમાં દેવદિવાળીના દિવસે આયુર્વેદિક દવાખાના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ કરતાં બે આરોપીની અટક કરી હતી. જ્યારે મુખ્ય આરોપી વિનોદ ભીડનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...