ફરીયાદ:કઠાણામાં જૂની બોડીના સરપંચ અને ચાર ઈસમો વચ્ચે ધિંગાણું

કઠલાલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલ પોલીસમાં 8 સામે ફરિયાદ

કઠલાલના કઠાણા ગામે જૂની બોડીના સરપંચ અને એક પરીવાર વચ્ચે માથાકૂટ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જૂની બોડીના સરપંચે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જ્યારે સામાપક્ષની મહિલાએ સરપંચ સામે મારામારીનો ગુનો નોંધાવ્યો છે.

કઠલાલના કઠાણા ગામે રહેતા અને ગ્રામ પંચાયતની જૂની બોડીના સરપંચ હસમુખભાઈ બારોટ હાલ સરપંચપદના ચાર્જમાં છે. તેમને નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, 7 જાન્યુ.ના રોજ સાંજે ગામની જગદેવ તલાવડી ભગતના મુવાડા સામે પંચાયતના ઝાડવા કપાતા હોવાની વાત જાણી હતી. જ્યાં તેમણે સ્થળ પર પહોંચતા ટ્રેક્ટરમાં લાકડા કાપીને લઈ જવાતા હતા. સવારે તેઓ પંચાયતના તલાટી અને કમ્પ્યુટર ઓપરેટર સાથે સ્થળ પર તપાસ માટે ગયા હતા.

આ વખતે અરંવિદભાઈ પરમાર, ચંદુભાઈ પરમાર, વિક્રમભાઈ પરમાર અને દિનેશભાઈ પરમારે હસમુખભાઈ પર હુમલો કર્યો હતો. જે અંગે ચારેય સામે ફરીયાદ નોંધાવી છે. બીજીતરફ લલીતાબેન દિલીપભાઈ પરમારે હસમુખભાઈ સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે, તેઓ જગદીવાળા ખેતરમાં ચાર કાપતા હતા, ત્યાં હસમુખભાઈ બારોટ આવ્યા હતા અને ચૂંટણીમાં હાર થતા ગાળો બોલતા હતા. જેથી લલીતાબેને ગાળો બોલવાની ના પાડી હતી અને મામલો બિચક્યો હતો. તેમજ હસમુખભાઈએ તેમને માર માર્યો હતો. આ મામલે તેમણે હસમુખભાઈ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...