તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કઠલાલમાં રહેતા મંગબેન ગુલાબસિંહ સોઢાપરમાર આંગણવાડી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. મંગળવારે મંગુબેન લસુન્દ્રા ખાતે આંગણવાડીની વિઝીટમાં જવાનું હોવાથી પોતાના સહકર્મચારી સુનિતાબેન વાઘેલા સાથે નીકળ્યા હતા. બાલાસિનોર તરફથી એક રીક્ષા આવી હતી. જેમાં પહેલેથી એક સ્ત્રી બેઠી હતી. સુનિતાબેન અને મંગુબેન રીક્ષામાં બેઠા બાદ, ચાલકે રીક્ષા બાલાસિનોર રોડ ઉપર ઉભી રાખી હતી, જ્યાંથી એક યુવતી રીક્ષામાં બેઠા બાદ આગળથી એક પુરૂષને પણ રીક્ષામાં બેસાડ્યો હતો.
મુસાફર તરીકે બેઠેલી બંને મહિલા અને પુરૂષ શાહપુર વળાંક પાસે ઉતરી ગયા હતા. થોડે આગળ ગયા બાદ મંગુબેનને તેમણે ગળામાં પહેરેલો રૂ.50 હજારની કિંમતનો સોનાનો દોરો ચોરાયાનું ધ્યાને આવતાં, તેમણે રીક્ષા ચાલકને જ્યાં મહિલા અને પુરૂષને ઉતાર્યા હતા, ત્યાં લઇ જવાનું કહ્યું હતું. જોકે, રીક્ષા ચાલક પર પણ શંકા જતાં મંગુબેને પોલીસને જાણ કરવાનું કહેતા, તે ગભરાયો હતો અને પોલીસને જાણ ન કરતાં હું દોરો પાછો મંગાવી લઉં છું તેમ કહીને અનારા નજીકથી ફરાર થઇ ગયો હતો. જોકે, મંગુબેને સતર્કતા વાપરીને રીક્ષાની ચાવી લઇ લીધી હોવાથી, રીક્ષા મૂકીને જ ચાલક ફરાર થઇ ગયો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.