સમસ્યા:કઠલાલના અનારાની બેંક ઓફ બરોડામાં મેનેજરના અભાવે ગ્રાહકોની કફોડી હાલત

કઠલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેલી તકે નવા મેનેજરની નિમણુંક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી

હાલમાં હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળી અને બેસતા વર્ષને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કઠલાલ તાલુકામાં આવેલ અનારા ગામમાં ચાલતી બેંક ઓફ બરોડા શાખામાં છેલ્લા બે માસથી રિઝિયોનલ ઓફિસેથી મેનેજરની નિમણૂક નહીં કરતા કરતા ખેડૂતો, ગ્રાહકો અને વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધોને ઘણી જ મુશ્કેલી પડે છે. મળતી માહિતી અનુસાર કઠલાલના અનારા બેંક ઓફ બરોડા શાખામાં રીજીયોનલ મેનેજરના અભાવે બેંકમાંથી નાણાનો વધારે ઉપાડ થઈ શકતો નથી, નવી લોન મળતી નથી, ગ્રાહકોને વૃદ્ધોને લાઈનમાં વધારે સમય ઉભા રહેવાથી ઝઘડા થાય છે, લોનમાં વધારો કરવો હોય તો થઈ શકતો નથી.

ઘણી વખત સદર બેન્કમાંથી ડેપ્યુટેશન માટે બહારની બ્રાંચમાં સાહેબોને મોકલવા પડે છે જેથી મુશ્કેલી પડે છે. સ્ટાફમાં બીમારીને કારણે અથવા કારણ કે અન્ય કારણોથી અધિકારીઓ રજા ઉપર જાય ત્યારે ગ્રાહકોને તકલીફ પડે છે. ગ્રામીણ બેંકમાં ગામડામાં ખેડૂતો ઓછું ભણેલા હોવાથી હિન્દી ભાષાવાળા કર્મચારીઓ મૂકવાથી ગેરસમજ ઉભી થતી હોય છે.

જેથી કરીને કર્મચારીઓ ગુજરાતી ભાષાના હોય તો ખેડૂતોને અથવા ગ્રાહકોને પરિચિત હોય તો વસુલાત અને ધિરાણમાં સુગમતા રહે તેમ કપડવંજ તાલુકાના દાણા ગામના ખેડૂત મનુભાઇ પટેલે જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું કે અનારા ગામે બેંક ઓફ બરોડાનું નવીન સુવિધાવાળું મકાન બનાવેલ છે પરંતુ છેલ્લા બે માસથી ખેડૂતો પોતાના સેવિંગ ખાતા બચત ખાતા એફડી પાક ધિરાણ મકાન લોન વ્હીકલ લોન વગેરે બીજી બેંકોમાં જવા લાગ્યા છે.

બેંકના ઉદ્ઘાટનમાં આર. એમ. ઓ એ ખેડૂતોને ભાષણમાં ધિરાણ અંગે મોટી મોટી વાતો કરેલ પરંતુ કોઈ ફેર પડેલ નથી. જેથી વહેલી તકે નવા મેનેજરની નિમણૂક નહીં કરવામાં આવે તો બેંકના વહીવટીય બાબતે તકલીફો ઉભી થાય તેમ છે. જેથી કરીને તાત્કાલિક નિર્ણય લેવાય તો ગ્રાહકોના હિતમાં રહેશે. તહેવાર ટાંણે આવું થતાં ગ્રાહકોમાં રોષ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...