હુમલો:કઠલાલમાં અડધું વિઘું જમીન મેળવવા માટે દીકરાનો પિતા પર ધારદાર હથિયારથી હુમલો

કઠલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કઠલાલમાં પિતા-પુત્રના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીકરાએ પિતાની જમીન મેળવવા માટે તેમના પર ધારદાર હથિયારથી ઘા કર્યો હતો. જેની પોલીસ ફરિયાદ કઠલાલ પોલીસમાં નોંધાઈ હતી. મળતી માહિતીનુસાર, નવા ગોગજીપુરામાં શાળા પાછળ રહેતા સોમાભાઈ ઝાલાને તેમનો દીકરો રાજેશ જમવાનું આપતો નહોતો. એટલે તેમણે દીકરાને આ અંગે વાત કરી હતી, ત્યારે દીકરાને તેમની અડધુ વીઘું જમીન તેના નામે કરી દેવાની માગ કરી હતી.

પરંતુ સોમાભાઈએ જીવતા જીવ જમીન આપવાની ના પાડતાં દીકરાએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા રાજેશે પિતા પર ચંપ્પુથી ઘા કર્યો હતો. જેમાં તેઓને ઈજા પહોંચી હતી. આ દરમિયાન અવાજ સાંભળીને સોમાભાઈના કાકાનો દીકરો સ્થળ આવી પહોંચ્યો હતો અને તેમને બચાવ્યા હતા. સારવાર લીધા બાદ સોમાભાઈ ન્યાય મેળવવા માટે કઠલાલ પોલીસમાં પહોંચ્યા હતા. જ્યાં પોલીસે રાજેશ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...