તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ACBની કાર્યવાહી:કઠલાલના અધિક નાયબ મામલતદાર રૂ. 50 હજારની લાંચ લેતાં ઝડપાયો

કઠલાલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અધિક નાયબ મામલતદાર હબીબભાઈ સબુરભઆઈ મલેક - Divya Bhaskar
અધિક નાયબ મામલતદાર હબીબભાઈ સબુરભઆઈ મલેક
  • જમીનમાં પાકી નોંધ પાડવા 90 માંગ્યા અંતે 50 હજાર નક્કી થયા
  • ફરિયાદના આધારે ગાંધીનગર એસીબીએ છટકુ ગોઠવ્યુ હતુ

કઠલાલ મામલતદાર કચેરીમાં અધિક નાયબ મામલતદારને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદી પાસે દસ્તાવેજની પાકી નોંધ પાડવા માટે નાયબ મામલતદાર દ્વારા રૂ. 50 હજારની લાંચ માંગવામાં આવી હતી. જેની ફરિયાદીએ એ.સી.બી.ને જાણ કરી છટકુ ગોઠવાતા લાંચિયા અધિકારીઓનો પર્દાફાશ થયો છે.

ગાંધીનગર એ.સી.બી. દ્વારા સફળ ટ્રેપ કરી વર્ગ-3ના અધિકારીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. કઠલાલના જાગૃત નાગરીકે અંદાજિત 6 માસ પહેલા તાલુકાના લસુન્દ્રા મુકામે 6 સર્વે નંબરની સાડા પાંચ વિઘા જેટલી જમીન વેચાણ રાખી હતી. જે અલગ-અલગ સર્વે નંબરના 31 માર્ચ, 2021ના રોજ દસ્તાવેજ કઠલાલ મામલતદાર કચેરી ખાતે સબ રજીસ્ટાર કચેરી ખાતે કરાવ્યા હતા. જેથી તેની કાચી નોંધ ઈ-ધારામાં પડી ગઈ હતી.

આ દસ્તાવેજોની પાકી નોંધ પાડવા માટે અધિક નાયબ મામલતદાર હબીબભાઈ સબુરભઆઈ મલેક દ્વારા ફરીયાદીને ફોન કરી એક દસ્તાવેજની એન્ટ્રીના 15,000 લેખે 6 દસ્તાવેજના 90,000 રૂપિયા માંગ્યા હતા. જેમાં રકઝકના અંતે 50,000 રૂપિયા નક્કી થયા હતા. આ નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી એ.સી.બી.એ ફરિયાદના આધારે છટકુ ગોઠવી 50,000ની લાંચની માંગણી માટેની વાતચીત કરી પોતે પૈસા માંગતા હોવાનું સ્વીકારતા એ.સી.બી.એ ઝડપી પાડ્યા હતા. આ ટ્રેપ ગાંધીનગર એ.સી.બી. પોલીસ ઈન્સપેક્ટર એચ. ડી. ચૌધરીએ કરી અધિક નાયબ મામલતદારને ઝડપી પાડતા જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.

કઠલાલમાં હજુ 20 દિવસ પહેલા જ ACB ટ્રેપ થઇ છે, છતાં અધિકારીઓ બેખોફ
કઠલાલ મામલતદાર કચેરીમાં હજુ 20 દિવસ અગાઉ જ એ.સી.બીની બીજી ટ્રેપ થઇ હતી. ગત 17 મેના રોજ કઠલાલ મામલતદાર કચેરીના પ્રથમ માળે આવેલ સીટી સર્વે કચેરીમાં એસીબીએ ટ્રેપ કરી હતી. જેમાં મેન્ટનન્સ સર્વેયર બ્રિજેશકુમાર રમેશભાઇ પટેલ અને ઇચા. સિરસ્તેદાર રાહુલ કુમાર પોપટલાલ પટેલને લાંચ સ્વિકારતા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓએ અરજદાર પાસેથી સીટી સર્વે કચેરીમાં મિલકતની નોંધ કરાવવા માટે રૂ.15 હજારની માગણી કરી હતી, જે રકઝકના અંતે 12 હજાર પર સોદો ફાઇનલ થયો હતો. જોકે અરજદારને રૂપિયા આપવા ન હોઇ તેણે એ.સી.બીનો સંપર્ક કરતા બંને અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...