તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:ધોળાકુવામાં બનતા PHCના નવા મકાનનું કામ 5 વર્ષે પણ ખોરંભે

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2015- 16 માં 14 લાખના ખર્ચે કામ શરૂ કરાયેલ હતું

કપડવંજ તાલુકાના ધોળાકુવા ખાતે આવેલ આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળનું આરોગ્ય સેન્ટરનુ નવું મકાન છેલ્લા પાંચ વર્ષ થી પણ વધુ સમય થયો છતાં હજુ કામ અધૂરું છે. જેને લઇને લોકોની મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ધોળાકુવા ગ્રામ પંચાયતના સરપંચ રંજનબા મુળરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સને 2015- 16 માં રૂપિયા 14 લાખના ખર્ચે ધોળાકુવા મુકામે આરોગ્ય સબસેન્ટરનું કામ શરૂ થયું હતું. જે હજુ આજ દિન સુધી આ આરોગ્ય સબ સેન્ટરના મકાનનું કામ પૂર્ણ થયું નથી.

હજુ આ બિલ્ડિંગમાં બારી બારણા નું કામ, ફ્લોરિંગનું કામ અને લાઇટિંગ નું કામ સહિત નાના નાના કામો બાકી છે હાલ સબ સેન્ટરની બહાર ઝાડી ઝાંખરા ઉગી ગયા છે. આવા અધૂરા કામને લઈને સરકારના રૂપિયાનો વ્યય થતો હોય તેવું દેખાય છે. આ સબસેન્ટરનું કામ અને ઝડપી થાય તે માટે તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ પરિણામ મળતું નથી જાણવા મળે છે. તે પ્રમાણે કપડવંજ તાલુકામાં આવા ઘણા આરોગ્ય સબ સેન્ટરો ના મકાન ના કામ અધુરા છે. જેની તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...