તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેન સેવા:2 વર્ષથી બંધ નડિયાદ-કપડવંજ મોડાસા ટ્રેન પુનઃ ક્યારે શરૂ થશે

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં બસ સેવાઓ કરતા ટ્રેન સેવા પ્રમાણમાં ઘણી સસ્તી

નડિયાદ કપડવંજ મોડાસા પેસેન્જર ટ્રેન ને ઓક્ટોબર 2002માં નેરોગેજ માંથી બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી હતી 104 કિલોમીટર લાંબી રેલવે લાઈન પર નડીયાદ થી મોડાસા વચ્ચે આઠેક જેટલા સ્ટોપેજ આપવામાં આવેલ છે. બે વર્ષ અગાઉ આ પેસેન્જર ટ્રેન દોડતી હતી તે સમયે વિવિધ સ્ટોપેજ પરથી મુસાફરો મોટી સંખ્યામાં ટ્રેન સેવાનો લાભ લેતા હતા. પરંતુ કોરોના રોગચાળાના કારણે સંક્રમણ ન ફેલાય તે માટે માર્ચ 2019માં આ પેસેન્જર ટ્રેન બંધ કરાઇ આવી હતી.

નડિયાદથી મહુઘા, ભાનેર મીનાવાડા, કઠલાલ, કપડવંજ, વડાલી, કાશીપુરા, બાયડ અને ધનસુરા થી મોડાસા પહોંચતી હતી. પણ હાલ આ નડિયાદ કપડવંજ મોડાસા બ્રોડગેજ રેલવે છેલ્લા બે વર્ષથી બંધ હોઇ પુનઃ શરૂ કરવી જોઇએ તેવી મુસાફરોની માગણી છે. કપડવંજના અમિત શાહના જણાવ્યા મુજબ બે વર્ષ અગાઉ પાટા પર ટ્રેઈન દોડતી હતી તે સમયે કપડવંજ રેલવે સ્ટેશનથી પ્રવાસ કરનાર મુસાફરોની સંખ્યા વિશેષ રહેતી હતી રોજની 125 થી 150 ટિકિટોનું વેચાણ થતું હતું. જેમાં સુરત વડોદરા અને નડિયાદના પેસેન્જરો મળતા હતા હવે સંક્રમણ ઓછું થવા લાગ્યું છે. ત્યારે ટેઈન સેવા ફરીથી શરૂ થાય તો રેલવેને પેસેન્જરો અગાઉની જેમ મળી શકે તેમ છે. પાસ હોલ્ડર વિક્રમ ગોસ્વામીના જણાવ્યા મુજબ કપડવંજ થી નડિયાદનું ભાડું રેલવેમાં દસ રૂપિયા થાય છે.

અન્ય સમાચારો પણ છે...