તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કપડવંજનો વાઘાવત – એપ્રુજી બ્રીજ રીપેરીંગ અર્થે 22 ફેબ્રુ. સુધી બંધ કરાયો

કપડવંજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાંઠા ગાળાના 52 ગામો અમદાવાદ જવા માટે 12 કિલોમીટરનો ફેરો પડશે

કપડવંજ તાલુકાના મહત્વપૂર્ણ બ્રિજ માનો વાઘાવત – અપ્રુજી બ્રીજ રીપેરીંગ કામ અર્થે 22મી ફેબ્રુ.સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ બ્રીજ વાહન વ્યવહાર માટે બંધ રહેતા કાંઠાના 52 ગામોને અમદાવાદ જવા 12 કીમી.નો ફેરો કરવો પડશે. કપડવંજના વાઘાવત – અપ્રુજી બ્રીજ રીપેરીંગની કામગીરી 22મી ફેબ્રુઆરી સુધી કરવાની હોવાથી આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

આ બ્રીજના જોઈન્ટમાં ક્ષતિ સર્જાતા તેને 9 લાખના ખર્ચે રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન વાહન વ્યવહાર ચાલુ રહે તો મોટી જાનહાની અને ટ્રાફિક જામ થવાના પ્રશ્નો ઉપસ્થિત થવાની શક્યતા રહેલી છે. જેથી બાંધકામ પૂર્ણ ન થાય તે માટે વાહન વ્યવહાર સદંતર બંધ કરવા માટે અધિક કલેક્ટર રમેશ મેરજાએ જાહેરનામું બહાર પાડ્યું છે.

આ જાહેરનામા મુજબ આંતરસુંબા, ખડાલ, છીપડી રસ્તાથી વાઘાવત પુલ જતો વાહન વ્યવહાર, સરખેજ, કાકરખાડ, અપ્રુજી રસ્તાથી વાઘાવત પુલ તરફ જતો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ વાહનો આંતરસુંબાથી ઉત્કંઠેશ્વર મહાદેવ, દેવકરણના મુવાડાથી બારીયા, બારડોલી, નારપુર, અપ્રુજી, સરખેજ તરફ આગળ જશે. જ્યારે આંતરસુબા, ખડાલ, છીપડી, નેશનલ હાઈવે, સરખેજ, અપ્રુજી તરફ આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો