તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:કપડવંજના ભૂંગળીયા અને તોરણામાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું

કપડવંજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ શહેર અને તાલુકામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કપડવંજ તાલુકાના વિવિધ ગામોમાં પણ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. કપડવંજમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને તોરણા તેમજ ભુંગળીયા ગામના ગ્રામજનો દ્વારા ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા પોતાનો ધંધો - રોજગાર બંધ રાખીને સંક્રમણની ચેઇનને તોડવાનો સ્તુત્ય પ્રયાસ કરવમાં આવ્યો છે. ગ્રામજનો અને દુકાનદારો દ્વારા સરકારી ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને હવે પછી પણ પાલન કરવામાં આવશે તેમ તોરણા ગામના સરપંચ હર્ષિદાબેન ભટ્ટ અને ભુંગળિયા ગામના સરપંચ મહેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...