તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કપડવંજમાં ઓક્સિજન પ્લાન્ટનું અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ

કપડવંજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિજય રૂપાણી, સી.આર. પાટીલ, પ્રદિપસિંહ હાજર રહ્યા

વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજ રાજકુમાર મહારાજના આશીર્વાદ અને નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં રૂપિયા 7 કરોડના ખર્ચે 29 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંથી એક પ્લાન્ટ કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટને જય કુમાર શર્માજી અને જૈમિન પટેલની ભલામણ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યાનુસાર ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી અર્પણ કરવામાં આવ્યો હતો.

YOUના સંસ્થાપક અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત ઓક્સિજન પ્લાન્ટ કલાકે 10 હજાર લીટર ઓકસિજન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે કે જે કોરોનાના દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ અરે ઉપયોગી સાબિત થશે.

કપડવંજ જે.બી મહેતા હોસ્પિટલમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનુભાઈ ગઢવી, ડો. નીલ સથવારા કિશન પરીખ અને કરણ સોલંકી વગેરે ઉપસ્થિત રહીને તેને વધાવી લઈને તેને ઇન્સ્ટોલ કરવા આયોજન કર્યું હતું કપડવંજના સાંસદ દેવુસિંહ ચૌહાણે ઓક્સિજન પ્લાન્ટ ફાળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...